Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જુનાગઢ સ્ત્રી નિકેતન સંસ્થાની વર્ષ ર૦ર૦ ની કારોબારીની વરણીઃ સંસ્થાનું સુકાન રશ્મિબેન વિઠ્ઠલાણીને સોંપતા ચેરપર્સન મીનાબેન ચગ

જુનાગઢ તા. ૧૧ :.. અડધી સદીથી સેવાકીય તેમજ રચનાત્મક ક્ષેત્રે કાર્યરત સ્ત્રી  - નિકેતન સંસ્થાની વર્ષ ર૦ર૦ ની કારોબારીની વરણી તાજેતરમાં સંસ્થાના ચેરપર્સન શ્રીમતી મીનાબેન ચગ તેમજ વાઇસ ચેર પર્સન શ્રીમતી તરૂબેન ગઢીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. તા. ૪ જાન્યુઆરીના રોજ સંસ્થાની જનરલ મીટીંગમાં કારોબારીની જાહેરાત કરતા શ્રી મીનાબેને જણાવેલ કે આ સંસ્થાના મોભી આદરણીય સ્વ. શ્રી પદ્માબેન શાસ્ત્રીના પગલે ચાલીને તેમના આશિર્વાદ અને પ્રેરણા થકી સંસ્થા આજે ર૦૦ સભ્યનું એક વટવૃક્ષ સમાન બની રહેલ છે.

જેમાં નાનામાં નાના તથા દરેક સ્તરના બહેનો માટે જીવન ઉપયોગી બૌધ્ધિક તેમજ રસપ્રદ કાર્યક્રમો દર મહિને યોજાતા રહે છે.

વર્ષ ર૦ર૦ ના સંસ્થાના પ્રમુખ સ્થાને શ્રી રશ્મિબેન વિઠલાણી, કાર્યકારી પ્રમુખ શ્રી અનિલાબેન મોદી, મંત્રી શ્રી પુષ્પાબેન કપુપરા, સહમંત્રીશ્રી જાગૃતિબેન ખારોડ, ખજાનચી શ્રી ક્રિષ્નાબેન અઢીયા, સહ ખજાનચી શ્રી ભાવનાબેન વૈશ્નવ તથા કારોબારી સભ્ય તરીકે ઉષાબેન પટ્ટણી, પ્રવિણાબેન વાઘેલા, ચેતનાબેન પંડયા, મલકાબેન વોરા, રમાબેન જોષી, મીનાબેન ખેતાણી અને મંજૂલાબેન ઝાલાવડીયાની વરણી કરવામાં આવેલ. સંસ્થાની જનરલ મીટીંગમાં વર્ષનો પ્રથમ કાર્યક્રમમાં મકર સંક્રાંતિ નિમિતે સભ્ય બહેનો માટે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા  રાખવામાં આવી હતી.

મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ દિવ્યાબેન છગ, ક્રિષ્નાબેન ચોલેરા, રમાબેન જોષી, કુસુમબેન પરમાર તથા નિર્મળાબેન ચોલેરા વિજેતા થયેલ. જયારે મ્યુઝીકલ હાઉસીમાં અનુક્રમે  પ્રથમ મૃદુલાબેન કારીયા, ઉષાબેન નાદપરા, ભાવનાબેન વૈશ્નવ તથા દિપાલીબેન પાઉં વિજેતા થયેલ હતાં. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતાં.  

આ સાથે મ્યુઝીકલ હાઉસીનો આનંદ પણ સભ્ય બહેનોએ ઉત્સાહ પૂર્વક માણ્યો હતો.

આ મીટીંગમાં મલેશિયા ખાતે વિજેતા થયેલ ૮૦ વર્ષીય શ્રી ભાનુબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્થામાં વર્ષ ર૦ર૦ માં નવા સભ્યો આવકાર્ય છે. વાર્ષિક ફી રૂ. ૧૦૦, ફેબ્રુઆરી માસમાં ભરનારને સુંદર શુભેચ્છા ભેટ આપવાનું નકકી કરેલ છે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(11:22 am IST)