Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મોરબીના યુવાનને સસ્તી ટાઇલ્સની લાલચ આપીને પાંચ લાખની છેતરપીંડી

કેટલોગ વ્હોટસઅપ દ્વારા મોકલી બેંક એકાઉન્ટમાં ૫ લાખ ટ્રાન્સફર કરાવ્યા

મોરબીમાં આવેલ સિરામિક ઉદ્યોગમાં અનેક છેતરપીંડીના કિસ્સા એક બાદ એક બની રહ્યા છે જેમાં મોરબીના યુવાનને સસ્તી ટાઈલ્સની લાલચ આપીને પાંચ લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે

મોરબીના નવલખી રોડ પર રહેતા મહમદ રફીકશા ગુલાબશા ફકીરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રાજકોટ મવડી રોડ કેનેરા બેંક એકાઉન્ટ ધારક યશપાલ વાસુદેવ નિમાવત નામના શખ્શે ખોટું નામ ધારણ કરી ફરિયાદી યુવાનને બજાર કરતા સસ્તા ભાવે ટાઈલ્સ આપવાની લાલચ આપી ફોનથી વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો

તેમજ રોયાલિકા સિરામિકના કેટલોગ વ્હોટસઅપ દ્વારા મોકલી બેંક એકાઉન્ટમાં ૫ લાખ ટ્રાન્સફર કરાવી ટાઈલ્સ ના મોકલી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ચીટીંગની ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે

(9:01 am IST)