Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મોરબી જીલ્લાની ખાનગી શાળાઓને માન્યતા આપવા ચેકિંગ: ૬૨ શાળાઓ ગેરલાયક ઠરી

જીલ્લાની ૨૦૫ શાળાઓમાં ચેકિંગ ઝુંબેશ પુરજોશમાં ચાલુ

મોરબી જિલ્લામાં હંગામી માન્યતા ધરાવતી સ્વનિર્ભર શાળાઓ કાયમી માન્યતા ધરાવવાની યોગ્યતા ધરાવે છે કે નહીં તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં થયેલ ૬૨ શાળાઓના ચેકિંગમાં એક પણ શાળા કાયમી માન્યતા મેળવવાને પાત્ર ના હોવાનું સામે આવ્યું છે

મોરબી જિલ્લામાં કાર્યરત ૨૦૫ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ પૈકી ૨૩ શાળાઓ કાયમી માન્યતા ધરાવે છે. બાકીની ૧૮૨ શાળાઓ હંગામી માન્યતા ધરાવે છે. અને આ શાળાઓને કાયમી માન્યતા આપવા માટે સરકારના ધારાધોરણો પ્રમાણે યોગ્ય માળખું છે કે નહિ, સરકારે નક્કી કરેલ માપદંડની ચકાસણી કરી શાળાઓને કાયમી માન્યતા મળે તે માટેની કવાયતના ભાગરૂપે ચેકિંગ ઝુંબેશ શરુ કરવામાં આવી છે

જેમાં અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગે કરેલ ચેકિંગ માં ૬૨ શાળાઓને આવરી લેવાઈ હોય જોકે આશ્ચર્યજનક રીતે ૬૨ માંથી એકપણ શાળા કાયમી માન્યતા મેળવવાને પાત્ર ના હોવાનું જાણવા મળ્યું છે શાળાઓને કાયમી માન્યતા આપવાની ઝુંબેશ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ જણાવે છે કે રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત સમગ્ર જિલ્લામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

(8:58 am IST)