Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ટંકારાની લતીપર ચોકડીએ ઓવરબ્રિજ- ડાયવર્ઝનથી નાગરિકોની વધતી હાલાકી

ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છતાં તંત્ર બેદરકાર

ટંકારાની લતીપર ચોકડીએ બનતા ઓવરબ્રીજના અવેજી ડાયવર્ઝનથી ધૂળની ડમરી ઉડતી હોય અને શાળાના બાળકોથી લઈને વાહનચાલકોને કનડતી સમસ્યાને પગલે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું જોકે નીમ્ભર તંત્રને નાગરિકોની હાલાકીની કોઈ પરવા ના હોય તેમ કોઈ કાર્યવાહી કરી નથી

રાજકોટ મોરબી રોડ કરછને જામનગરને જોડતા નેશનલ હાઈવેને ફોરલેન કરવા કરોડોનો કોન્ટ્રેક્ટ આપ્યો છે જેમા દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રિજના અણધડ કામને લઈને અનેક મુસાફરો મુસકેલી વેઠી રહ્યા છે અને આ બાબતે જવાબદાર તંત્ર પણ ધુતરાષટની ભુમિકા ભજવી રહા હોય તેમ વગર ડાયવર્ઝન સાથે વાહનચાલકો હેરાન થાય એવી રીતે કોન્ટ્રાક્ટરો કામગીરી કરી રહ્યા છે

જીલ્લા કક્ષા ના પ્રજાસત્તાક દિન ની ઉજવણી ટંકારા થવાની છે ત્યારે સંકલન સમિતિ મા કોન્ટ્રેક્ટના કર્મચારીને બધા વચ્ચે પ્રાત અધિકારીએ આડેહાથ લઈ દિવસ ત્રણમા ડાયવરજનનો વૈકલ્પિક વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો પરંતુ પોતાની મરજીના માલિક હોય તેમ કોન્ટ્રાક્ટરો એ રીતસરના પાચ દીવસ પછી પણ કાઈ કાંદો કાઢે એવુ કર્યુ નથી ઉલ્ટા નુ જે દબાણ હેઠળનો વિસ્તાર છે એને રહીશો જાતે દુર કરે એવી નિતી અપનાવી છે જેથી અધિકારીની કામકરવાની રીત પર અનેક સવાલો ઉભા થયા છે

(1:27 am IST)