Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પોરબંદરમાં દેવાણી પરિવારના દ્વારે પરમાનંદ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ભકિતયજ્ઞ

ભાગવત કથાનું રસપાન કરાવતા ચંદ્રેશભાઈ સેવક : આજે નૃસિંહ - વામન ચરિત્ર, કાલે રામ પ્રાગટ્ય - નંદઉત્સવ : ૧૪મીએ કથા સંપન્ન

રાજકોટ, તા. ૧૧ : સ્વ.ડાયાલાલ હિરાલાલ દેવાણી તથા સ્વ.શાંતાબેન ડાયાલાલ દેવાણી, સ્વ.રમેશભાઈ ડાયાલાલ દેવાણી તથા સર્વે પિતૃ મોક્ષાર્થે દેવાણી પરીવારને દ્વારે પરમાનંદ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ભકિતયજ્ઞનું આયોજન તા.૮ થી તા.૧૪ મંગળવાર સુધી નિરધારેલ છે. આ મંગલમય પ્રસંગે સુવિખ્યાત ભાગવત વકતા શ્રી ચંદ્રેશભાઈ વી. સેવક વ્યાસપીઠ પર બિરાજમાન રહી મધુર સંગીતમય સુરાવલી સાથે કથાનંુ રસપાન કરાવી રહ્યા છે.

કથા દરમિયાન તા.૧૧ના શનિવારે સાંજે ૪ થી ૮ શ્રી નૃસિંહ ચરિત્ર, શ્રી વામન ચરિત્ર, સાંજે ૪ થી ૮, તા. ૧૧ના શનિવારે શ્રી રામ પ્રાગટ્ય સાંજે ૪ થી ૮, શ્રી નંદ ઉત્સવ, તા.૧૨ના સાંજે ૪ થી ૮ શ્રી ગોવર્ધન ઉત્સવ, તા.૧૩ના સાંજે ૪ શ્રી રૂક્ષ્મણી વિવાહ બાદ ૧૪મીના મંગળવારે સવારે ૧૦ થી ૧ કથાની પૂર્ણાહૂતિ થશે. તા.૧૪ને મંગળવાર મકરસંક્રાંતિના રોજ સાંજે ૮ કલાકે મહાપ્રસાદી રાખેલ છે. મહા પ્રસાદી સ્થળ : 'વ્રજધામ' બીરલા હોલ, એમ.જી. રોડ, પોરબંદર. કથા સ્થળ 'વ્રજધામ૩ બીરલા હોલ, એમ.જી. રોડ, પોરબંદર ભાવિકોએ કથામૃતનો લાભ લેવા અનુરોધ કરાયો છે.(૩૭.૫)

 

(11:15 am IST)