Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જૂનાગઢમાં મહિલાઓનું મોટું જુગારધામ ઝડપાયું : મધુરમ વિસ્તારમાં દરોડો :11 મહિલાઓ ઝડપાઇ : રોકડ,મોબાઈલ સહીત મુદામાલ જપ્ત

આઈ,જી, અને એસ,પી, સહિતના અધિકારીઓએ સપાટો બોલાવ્યો : સી ડિવિઝન પોલીસ ટીમનો દરોડો

જૂનાગઢમાં મહિલાઓનું મોટું જુગારધામ ઝડપાયું છે જૂનાગઢના મધુરમ વિસ્તારમાંથી મહિલાઓનું મોટું જુગાર ખાનું ઝડપાયું છે

જૂનાગઢ આઈ.જી. મનિન્દરસિંગ પવાર અને એસ. પી. સૌરભસીંગ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સપાટો બોલાવતા સી - ડિવિઝન પોલીસના પી.એસ.આઈ. દિલીપકુમાર બડવાની ટીમ સાથે દરોડો પાડતા 11 મહિલાઓને તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ છે

પોલીસે જુગારી મહિલાઓ પાસે થી મોટી રકમ જપ્ત કરી કાર્યવાહી કરી છે જુગારી મહિલાઓ પાસે થી રોકડ રકમ, ગંજીપાના અને મોબાઈલ જપ્ત કરાયા છે આખરે લાંબા સમય થી ચાલતી મહિલા જુગાર ક્લબ ઉપર પોલીસ ની કાર્યવાહી કરી છે

 જુગાર રમતા ઝડપાયેલમાં ઉષાબેન બીપીનભાઇ પંડ્યા,  લલીતાબેન કારાભાઇ લાડવા,  પુનીબેન માલદેભાઇ મારવાડીયા,  હંસાબેન છગનભાઇ છપરા,  રેવીબેન ભુપતભાઇ રાઠોડ,  રેખાબેન લાલજીભાઇ સોલંકી,  આશાબેન નંદલાલ અડવાણી, ચંન્દીકાબેન મનસુખભાઇ રાઠોડ, ગીતાબેન દેવાણંદભાઇ પીઠીયા, સુમનબેન સંજયભાઇ દેવળીયા અને દિક્ષીતાબેન મનિષભાઇ કારીયા 

સહીત કુલ 11 મહિલાઓ ને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે.

(11:16 pm IST)