Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જેતપુરમાં યોજાયો ૩૦મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

મંત્રી જયેશ રાદડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

જેતપુર, તા. ૧૧ : અત્રેના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આજ ૧૦મી જાન્યુઆરીના રોજ દેશ તેમજ વિદેશના પતંગબાજોની ઉપસ્થિતિમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો આ પતંગોત્સવને , અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા ના હસ્તે. પ્રજાજનોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગેઅન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે પતંગોત્સવને રાજય સરકાર પૂર્ણ રીતે પ્રોત્સાહન આપી રહી છે અને આ પતંગોત્સવથી રાજયમાં પતંગ વ્યવસાયમાં વધુ ને વધુ રોજગારી પ્રાપ્ત થાય અને નાના-નાના ધંધાર્થી પરિવારોને રોજીરોટી મળતી રહે તેવા હેતુ સાથે ઉત્સવને વધુ પ્રોત્સાહન આપવાની રાજય સરકારની નીતિ રહી છે. છેલ્લા ૨૯ વર્ષથી યોજાઇ રહેલ પતંગોત્સવ થી રાજયમાં પતંગ .દોરા .અને તેની અન્ય સામગ્રી ના વેચાણમાં વૃદ્ઘિ થતાં નાના અને મધ્યમ કક્ષા એ વ્યવસાય કરતા પરિવારોને વધુ રોજગારી મળતી થવા પામેલ છે.

જેતપુર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રાહુલ ગુપ્તા. તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી .બલરામ મીણા..એ ખાસ પણ મુલાકાત લીધી હતી.ગોંડલ પ્રાંત શ્રી રાયજાદા દ્વારા સૌને આવકારવામાં આવેલ અને જેતપુર ની શિશુ મંદિર શાળાની બાળાઓ દ્વારા વિવિધ દેશોમાંથી અને જુદા જુદા રાજયોમાંથી પધારેલ પતંગબાજોને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું અને વીરપુર તેમજ જેતપુર ના વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરી મહેમાનો ને ભારતીય પરંપરા ને પ્રસ્તુત કરી હતી.જેતપુરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આપણા ભારતદેશ નાઙ્ગ કેરલા- ૪. પંજાબ -૩. રાજસ્થાન -૮. તમિલનાડુ-૭. ઉત્ત્।રપ્રદેશ- ૭. ઉત્ત્।રાખંડ,-૫. કુલ ૭ રાજયો ના ૩૧ ઉપરાંત વિદેશી દેશો જેવા કે.. ફ્રાંસ -૪. જર્મની-૨. હંગ્રી-૪ ઇજરાઈલ ૬.ઈટલી ૫. કેન્યા-૨. કોરિયા-૪. કુવેત-૩. લીથુનીઆ -૭. મલેશિયા-૫. મેકિસકો-૨. ઈન્ડોનેશિયા-૪. એમ કુલ ૧૨ વિદેશના ૪૮. ગુજરાતના ૬.પતંગબાજો એ તેની વિવિધ કલાકૃતિ વાળી મહાકાય રગબેરાંગી પતંગોને જેતપુરના આકાશમાં સજાવી આકાશને સપ્તરંગીન બનાવી દીધું હતું.

આ પ્રસંગે કલેકટર રાહુલ ગુપ્તા. એસ. પી. બલરામ જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ કુસુમબેન સખરેલિયા, કિશોર શાહ.. સુરેશ સખરેલિય, સુભાષ બાંભરોલીયા. મનસુખભાઈ ખાચરિયા મહેશભાઈ ડોબરીયા ભુપતભાઈ સોલંકી વેલજી ભાઈ સરવૈયા  જયંતીભાઈ રામોલીયા  અનિલભાઈ કાછડીયા પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા મીનાક્ષીબેન સોજીત્રા.. સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આકાશમાંંગબેરંગી પતંગોને જોઈ જેતપુર તેમજ આજુ બાજુ ના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માંથીઆવેલ પ્રજાજનો પતંગો ના નજારા ને નિહાળી ભાવવિભોર બન્યા હતા અને પતંગો સાથે સેલ્ફી ફોટો લઈ આનંદબેવડો બનાવી રહ્યા હતા. જેતપુરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમ્યાનજેતપુર મામલતદાર શ્રી ખાનપરા પ્રવાસન વિભાગના અધિકારી કે.વી. પઢિયાર. મનોજ રાવત.તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી નંદા. નાયબ પોલસ અધિક્ષક શ્રી ભરવાડ અને વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવનીતભાઈ રાજગોરતેમજ . આર.વી. વ્યાસ દ્વારા. કરવામાં આવ્યું હતું.

(4:42 pm IST)