Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

લખતરના આગરવા ડેમ ઉપર શિકારઃ પાંચ જીવતા અને બે મૃત પક્ષીઓ સાથે બોટ ઝડપાઇ

વઢવાણ, તા.૧૧: લખતર તાલુકાના છારદ પાસે વન વિભાગની મોબાઇલ સ્કવોડે ચેકિંગ દરમિયાન પક્ષીઓના શિકારનો પર્દાફાશ કર્યો છે. ડેમ સાઇટ પરથી ૫ જીવતાં અને ૨ મૃત પક્ષી મળી આવ્યા હતા. પોલીસે આ સાથે શીકારી બોટ અને જાળી પણ કબજે કરી છે.

લખતર તાલુકાના આગરવા ડેમની સાઇટ પર પક્ષીઓનો શિકાર કરવામાં આવતો હોવાની માહિતી વન વીભાગને મળી હતી. આથી વન વિભાગની મોબાઇલ સ્કવોડ અને લખતર રાઉન્ડ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. જેમાં છારદ ગામ પાસેથી વન વિભાગની ટીમે પક્ષીઓ પકડવાની જાળી મળી આવી હતી. જેમાં ૨ પક્ષી મૃત હાલતમાં અને ૫ પક્ષી જીવીત હતા. આ ઉપરાંત તપાસ કરતા નજીકમાંથી શિકારી બોટ પણ ઝડપાઇ હતી.

(4:33 pm IST)