Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પગાર લેવા ગયેલા ચૂડાના રહીશનો મૃતદેહ મળ્યો

વઢવાણ, તા.૧૧: ચૂડાના રહીશની વસ્તડી પાસે લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને સરકારી દવાખાને ખસેડી હતી. મૃતક ઘેરથી પગાર લેવા નીકળ્યા હતા.

વઢવાણ તાલુકાના વસ્તડી પાસે રસ્તા પર પુરૂષની લાશ પડી હોવાની જોરાવરનગર પોલીસને જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા પુરૂષના કપાળે ઈજા થઈ હોવાથી મૃત્યુ થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે તપાસ કરતાં મૃતદેહ ચૂડાના ભૂપતભાઈ બુટાભાઈ પરમારનો હોવાનું બહાર આવ્યું હતું. પરિવારજનોની પૂછપરછમાં તેઓ સાયલા તાલુકામાં ડમ્પર ચલાવતા હતા અને પગાર લેવા ડમ્પર માલિક પાસે ગયા હોવાની વિગતો બહાર આવી છે. આ બનાવની હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

પીએસઆઇ આર. એ. ઝાલાએ જણાવ્યું કે, કપાળે ઈજાનાં નિશાનના લીધે વાહન અડફેટે મોત થયાનું હાલ જણાતું નથી. પીએમ રીપોર્ટ બાદ હકિકત જાણી ગુનો દાખલ કરાશે

(4:32 pm IST)