Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ખંભાળીયામાં તસ્કર ટોળકીના વધુ બે શખ્સો ચાર બાઇક સાથે ઝડપાયા

 ખંભાળીયા તા ૧૧ : અગાઉ તા.૦૫ ના રોજ પકડાયેલ ઇસમ ગંગાગર રામગર મેઘનાથી બાવાજી કે જેની પાસેથી એસ.ઓ.જી. દેવધૂમિ દ્વારકા એ બે ટ્રેકટર તથા બે બાઇક કબજે કર્યા હતા, તેની વાડીએ હજુ પણ ચાર મોટર સાઇકલ ખેતરમાં લીમડા નીચે રાખેલ છે અને ત્યાં એક અજાણ્યો ઇસમ પણ હાજર છે, તેમજ આ ગંગાગરની વાડીએ રાખેલ મો.સા. ઓ કયાંકથી છળકપટ થીચોરી છુપીથી પોતાની કબજાની વાડીમાં રાખેલ છે તેવી હકીકત મળતા, તપાસ કરતા બે ઇસમો હાજર મળી આવેલ હોય, જેમાં (૧) ગંગાગર રામગર મેઘનાથી બાવાજી ઉ.વ.૪૫  ધંધો ખેતી, રહે. ચાયલાણા ગામ, તા. કલ્યાણપુર વાળો હોવાનું જણાવતો તેમજ નં. (ર) લાલજી ઉર્ફે  પ્રદીપ  બાબુભાઇ કાનજીભાઇ ગોહીલ પ્રજાપતી ઉ.વ. ૨૯, ધંધો મજુરીકામ રહે. સિક્કા મારૂતીનગર હનુમાનજીનું મંદિર હાલ રહે. જામનગર ઢિચડા શોડ, તીરૂપતી વિસ્તાર જામનગર વાળો હાજર હોય બન્ને મજકુર ઇસમોની પુછપરછ દરમ્યાન ઉપરોકત ચારેય મોટર સાયકલો લાલજી ઉર્ફે પ્રદીપ બાબુભાઇ કાનજીભાઇ ગોહિલ કુંભાર (પ્રજાપતી) રહ. ઢિચડા રોડ, તીરૂપતી વિસ્તાર વાળાએ ચોરી કરેલ હોય અને આ મુદામાલ ગંગાગર રામગર મેઘનાથી ને વેચવા માટે આવેલ હોવાનું જણાવેલ હોય જેથી કુલ મોટરસાયકલ નંંગ ૪ કી.રૂા. ૧,૦૦,૦૦૦/- ગણી શક પડતી મીલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે.

મજકુર ગંગાગરના કબજામાંથી  ચારદિવસ પહેલા જે એસ.ઓ.જી. એ કુલ ચાર વાહનો કબજે કર્યા હતા. મજકુર ઇસમોની પુછપરછ દરમ્યાન એક મો.સા. જી.જી.હોસ્પીટલ જામનગર, બે મો.સા. સમર્પણ હોસ્પીટલ તથા એક મો.સા. રિલાયન્સ મટીરીયલ ગેઇટરિલાયન્સ પ્રોજેકટ ગેઇટ થી ચોરેલની કબુલાત આપેલ છે, જેથી કુલ ચાર (૪) મો.સા. શક પડતી મિલ્કત તરીકે કબજે કરેલ છે. આમ એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા એ કુલ ૮ વાહન ચોરીઓ શોધી કાઢેલ છે.

ઉપરોકત કામગીરીમાં સ્પેશ્યલ ઓપરેશન  ગ્રુપના  ઇન્ચાજ ર્ પોલીસ  ઇન્સ્પેકટર ડી.બી. ગોહીલ તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પરબતભાઇ કરમુર, ઇરફાનભાઇ ખીરા,વિરેન્દ્રસિંહ જાડેજા, મહંમદભાઇ બ્લોચ, ભીખાભાઇ ગાગીયા, હરપાલસિંહ જાડેજા, પો.કોન્સ. મહાવિરસિંહ ગોહિલ,ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, અમરશીભાઇ માડમ, સુરેશભાઇ વનારીયા, કિશોરસિંહ જાડેજા, અશોકભાઇ સવાણી, લક્ષ્મણભાઇ આંબલીયા, નિલેષભાઇ કારેણા જોડાયેલ હતા.

(4:28 pm IST)