Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ અધિકારીનો સપાટો : ગેરકાયદે ખનીજ ખનન માટે ૫૦ હજારનો દંડ

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા  જીલ્લા ખાણ ખનીજ અધિકારીશ્રી એન.એમ. પટેલ દ્વારા ગેરકાયદે બોકસાઇટ ખનીજ ચોરી સામેઅભિયાન ચલાવીને ટ્રકો તથા ડમ્પરો પકડીને જે તે વખત ેઅઢી અઢી લાખ રૂપિયા જેવો દંડ ફટકારી દીધો છે.

એક મીની ડમ્પર તથા એક ટ્રેકટર તથા એક ટ્રકને ગેરકાયદે ખનીજ ચોરી કરતા પકડીને ટ્રેકટર દીઠ રૂા ૫૦-૫૦ હજાર દંડ તથા ટ્રકને લાખ રૂપિયા દંડ સાથે ઘનિષ્ઠ તપાસ કરીને ચોરીના મુળ સુધી પહોંચવા કામગીરી કરતા આવા ચોરી કરનારા તત્વો માં ફફડાટ વ્યાપ્યો છે. હાઇવે પર તથા રસ્તા પર નિયમીત રીતે સિકયોરીટી ગાર્ડ સાથે ચેકીંગનું પણ આયોજન કર્યુ છે

(4:27 pm IST)