Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બાળકી પર બળાત્કાર કરનાર મધ્યપ્રદેશના આરોપીને પડધરીથી ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ

ભાવનગર તા. ૧૧ : વલ્લભીપુર તાલુકાનાં મેલાણાઙ્ગ ગામની સીમમાં મજુરી કરતીઙ્ગ બાળકી સાથેઙ્ગ બળજબરીથી બળાત્કાર થયેલ હોય અને આ બાળકીને મૃત બાળકનો જન્મ અલીરાજપુર (એમ.પી) થયેલ જે બનાવ અંગે ફરીયાદ જોબટ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશ થીઙ્ગ આવતા વલ્લભીપુર પો.સ્ટે.માં ગુન્હો તાઃ ૧૬/૧૨/૧૮ નાં રોજઙ્ગ રજીસ્ટર થયેલ અને આ કામેનો આરોપી તથા ભોગ બનનાર મેલાણા ગામ તા. વલ્લભીપુર મુકામેઙ્ગ મજુરી કરતા હોય બળાત્કાર કરી તેને જોબટ (એમ.પી) મુકી ત્યાંથીઙ્ગ ભાગી ગયેલ હતો આ આરોપી ગંભીર બનાવ કરી નાસ્તો ફરતો હોયઙ્ગ પો.અધિ.શ્રી પી.એલ માલ તથા ના.પોઅધિ.શ્રી પાલિતાણા નાંઓ એ વલ્લભીપુર પો.સ્ટે. માંઙ્ગ આ બળાત્કાર ના આરોપી ને તાત્કાલીક ઝડપી પાડવાની સુચના આપેલ હોય.

 મધ્યપ્રદેશ તાત્કાલીક જવાની પરમીશન આપતા જે અન્વયેઙ્ગ પીએસઆઇ ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. કાનજીભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ. અમીતકુમાર મકવાણા એ રીતેનાં સ્ટાફ મધ્યપ્રદેશ અલીરાજપુર તથા જોબટ તપાસમાં ગયેલ જયાં આરોપી પડધરી જી. રાજકોટ મુકામે હોવાની માહીતિ મળતા તુરત જ પો.હેડ કોન્સ. હરદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તુરત જ પડધરી મુકામે ગયેલ જયાંઙ્ગ આરોપી ધુલસિંહ ઉફે ધુલીયા નરસિંહ ભીલ ઉ.વ. ૨૦ઙ્ગ રહે. મુળ- બલૈડી તા. જોબટ જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળોઙ્ગ મળી આવતા ધોરણસર અટક કરવામાં આવેલ છે.

(4:26 pm IST)