Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જુનાગઢમાં સોમવારે પૂ.રમેશભાઇ ઓઝાનું ભાગવત્માં રાજધર્મ પર વ્યાખ્યાન

રૂપાયતનના ઉપક્રમે માનસી ભવન લોકાર્પણ-વ્યાખ્યાન સન્માન કાર્યક્રમ

જુનાગઢ તા.૧૧: રૂપાયતન - જૂનાગઢની રૂડી પરંપરા અનુસાર આગામી તા.૧૪ ને સોમવારના રોજ સાંજના પ કલાકે સંસ્થાના પરીસર, ગીરીતળેટી ભવનાથ - જુનાગઢ ખાતે ત્રિવિધ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ગુજરાત રાજયના જાહેર જીવનમાં આગવું પ્રદાન કરનાર, અગ્રીમ હરોળના ધારાશાસ્ત્રી અને રૂપાયતન સંસ્થાના પૂર્વપ્રમુખ સ્વ. દિવ્યકાંત નાણાવટીની સ્મૃતિમાં શ્રી દિવ્યકાંત નાણાવટી સ્મૃતિ વ્યાખ્યાન અંતગર્ત ભાગવતાચાર્યશ્રી રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) ભાગવત્માં રાજધર્મ વિષય પર વ્યાખ્યાન આપશે.

આ અવસરે રૂપાયતન સંસ્થાના પરિસરમાં કાયાકલ્પ કરેલ મા માનસી ભવનનું લોકાર્પણ પરશોતમભાઇ રૂપાલા (ભારત સરકારના માન. રાજયમંત્રીશ્રી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતીરાજ)ના વરદ હસ્તે કરવામાં આવશે.

આ દિવ્ય પ્રસંગે વૈચારિક સામ્યતા અને આત્મીયતા ધરાવતા મહાનુભાવો સર્વશ્રી હેમાબેન આચાર્ય (પૂર્વ મંત્રીશ્રી, સામાજિક અને રચનાત્મક પ્રવૃતિના મોભી), શ્રી મોહનભાઇ લા. પટેલ (પૂર્વ મંત્રીશ્રી, પૂર્વ સાંસદ અને કેળવણીકાર) તેમજ શ્રી મનસુખલાલ સાવલીયા (પ્રસિધ્ધ સાહિત્યકાર અને પૂર્વ ટ્રસ્ટી - રૂપાયતન)નું આત્મીય સન્માન કરવામાં આવશે. (૧૧.૩)

 

(11:57 am IST)