Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જુનાગઢ : જન્મ દિવસે શૈક્ષણિક કીટ વિતરણ

જુનાગઢ : આધાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિ રૈયાણીના જન્મદિન નિમિતે વી.ડી. પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટનુ ંવિતરણ કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓનેકરેલું દાન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ હેતુથી કોલેજીયન વિદ્યાર્થીઓની પોકેટ મની દ્વારા  ચાલતા ટ્રસ્ટ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થઇ શકાય તે માટ ેટ્રસ્ટના કાર્યકરો રવિ રૈયાણી, બંસીલ પાઘડાર, નિખીલ રીબડિયા, પાવન પેથાણી, દીપ  જાંજરૂકીયા , વગેરે દ્વારા  સરકારી સ્કૂલનાંબાળકોને બુક, પેન્શીલ,સંચો, રબ્બર,સ્કેલ જેવી વસ્તુઓની શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રવિ રૈયાણીએ જણાવ્યું હતું કે, આજના યુવાનો પાન, માવા, ગુટખા જેવા  વ્યસનો પાછળ પૈસાનો વ્યય કરે છે તેના બદલે જો તે પૈસાનો માત્ર ૧૦% હિસ્સો આવા સેવા કાર્યમાં વપરાય તો ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા મેંદરડા અતી ગંભીર દિવ્યાંગોની સંસ્થા ખાતે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી, ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ કોૈશિકભાઇ જોશી દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી. (૩.૧)

(11:57 am IST)