Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અનોખુ આયોજન હળવદના ટીકરમાં સ્મશાનમાં રામકથા

 હળવદ, તા. ૧૧ : હળવદ ના ટીકર ગામે આવેલા સોનાપુરી સ્મશાન ધાટ ખાતે સમસ્ત ગામ તેમજ માધવ નગરના ગ્રામજનો દ્વારા શ્રી રામ ગુણગાન ગાથા પારાયણનુ નવ દિવસીય જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવી શ્રી ભરત રામાનંદી તુલસી પીઠ પર બિરાજી રામ ગુણગાન ગાથાનું હરિરસ પિરસી રહ્યાં છે.

તાલુકાના ટીકર ખાતે નવ દિવસીય રામ પારાયણ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા ૫/૧ના રોજ શરૂ થયેલી પારાયણ તા ૧૩/૧ના રોજ પુર્ણાહુતી કરવામાં આવશે. કથામાં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હરિભકતો ઉમટી પડ્યા હતા અને કથા રસપાનનો લાભ લીધો હતો.

સોનાપુરીમાં શ્રી રામ પારાયણ કથામાં પ્રવિણભાઈ પટેલ, અલ્પેશભાઈ વ્યાસ, ઘનશ્યામભાઈ દેથરીયા, મહેશભાઈ સીતાપરા, પરસોત્ત્।મ ભાઈ,ડાયાભાઈ દલવાડી, અંબારામભાઈ ધોરીયાણી, ગોરધનભાઈ ગોઢી, મનસુખભાઈ, વિજયભાઈ સહિત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.(૪૫.૬)

 

(11:55 am IST)