Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

નવી મેંગણી પાસે પટેલ વૃધ્ધાની વાડીમાંથી પ્લાસ્ટીકની નળીના ૨૦ હજારના બંડલની ચોરી

વાડીના શેઢે પડેલી નળી તસ્કર ઉઠાવી ગયાઃ મોટી મેંગણીના નંદુબેન પાનસુરીયા ની ફરિયાદ

રાજકોટ તા ૧૧ : લોધીકાના નવી મેંગણી ગામપાસે પટેલ વૃધ્ધાની વાડીમાં પ્રવેશ કરી તસ્કરો રૂ ૨૦ હજારની કિંમતની પ્લાસ્ટીકની નળીના ૧૨ બંંડલ ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગતમુજબ મોટી મેંગણી ગામમાં  રહેતા નંદુબેન ગાંડુભાઇ પાનસુરીયા (ઉ.વ.૭૦) એ લોધીકા પોલીસ તથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દશેેક દિવસ પહેલા કોઇ અજાણ્યા શખ્સો પોતાની વાડીમાં પ્રવેશ કરી વાડીના શેઢા ઉપર ડ્રીપ ઇરીગેશનના પ્લાસ્ટીકની નળી કિંમત રૂ ૨૦,૦૦૦/- ના ૧૨ બંડલ ચોરી ગયા હતા. આ બનાવની ગત તા.૭/૧/ નારોજ પોતાને ખબર પડતા  લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. આ અંગે પોલીસે ગઇકાલે નંદુબેન પટેલની ફરીયાદ દાખલ કરી એ.એસ.આઇ. ગજરાજસિંહ જાડેજા એ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)