Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભાણવડના દિવ્યાંગ બાળકો ખેલમહાકુંભમાં ઝળકયા

ભાણવડ : બીઆરસીના રીસોર્ચરૂમના દિવ્યાંગ બાળકોનો રાજયકક્ષાના ખેલમહાકુંભમાં દબદબો રહ્યો હતો. ભાણવડ તાલુકાના કુલ ૯ દિવ્યાંગ બાળકો રાજયકક્ષાના ખેલમહાકુંભમાં પહોંચી ઝળકયા હતા. જેને આર.ટી.મનીષાબેન જાની, કો-ઓર્ડીનેટર બીઆરસી નિલેશભાઇ ગાગલીયા તથા સ્ટાફે માર્ગદર્શન આપેલ હતુ. કાપડી ઇશાબેન કિશોરભાઇએ એથલેટીકસ ૪૦૦ મી.દોડમાં રાજયકક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર ભાણવડ તાલુકાનું નામ રોશન કરેલ છે. (તસ્વીર : રવિ પરમાર, ભાણવડ)(૪૫.૨)

(11:44 am IST)