Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગારીયાધાર તાલુકાની અઢળક ગ્રામ પંચાયતોના વેરા બાકી

ગારીયાધાર તા.૧૧: ગારીયાધાર તાલુકાનાં ૪૮ ગામોની ૪૮ પંચાયતો છે જે તમામ પંચાયતો દ્વારા દર માસે થતાં વેરા વસુલાતમાં ભારે આળસ હોય તેમ સમગ્ર તાલુકામાં માત્ર ૩ પંચાયતો દ્વારા જ ૬૦% જેટલી દર માસે વેરા વસુલાત થાય છે.

ગારીયાધાર તાલુકામાં પંચાયત હસ્તક ૪૮ ગ્રામ પંચાયતો છે જેમાં દરેક ગામમાં વાર પ્રમાણે તલાટીમંત્રીઓ આવતા હોય છે. તેમજ મહિનાઓ પ્રમાણે પાણી, વિજળી, શિક્ષણ જેવા વેરાઓ ગામડાની પ્રજા પાસે વસુલાત થતી હોય છે. જેમાં સમગ્ર તાલુકામાં માત્ર ૩ ગ્રામ પંચાયતો દ્વારા રેગ્યુલર વેરાની ભરપાઇ થાય છે.

જે પેૈકી તાલુકાની રૂપાવટી ૮૫ % ચોમલ અને ગણેશગઢ ૫૭ % ગ્રામ પંચાયતોમાં વેરો વસુલાત જોવા મળે છે. જયારે સુરનિવાસ, પરવડી, કાંસા, સોઢખાખરા, સમઢીયાળા અને આણંદપુર ગ્રામ પંચાયતોમાં ૩૦ થી ૪૦ ટકા વેરા વસુલાત જોવા મળે છે. જયારે તાલુકાની ૧૭ ગ્રામ પંચાયતો એવી છે કે જયાં ૧ થી ૧૦ ટકા જેટલી જ માત્ર માસીક વેરો વસુલાત જોવા મળે છે. જયારે ૨૧ ગ્રામ પંચાયતોમાં ૧૦ થી ૩૦ ટકા માસીક વેરા વસુલાત ભરવામાં આવી રહી છે.

જયારે આ સમગ્ર આંકડાઓ પર તાલુકા પંચાયત ટીડીઓને મળતા તેમણે જણાવ્યું હતું કે માસિક વેરા વસુલાત ઓછી થતી હોય છે પરંતુ માર્ચ મહિનામાં વાર્ષિક વેરા વસુલાત વધારે જોવા મળે છે. જેથી સમગ્ર તાલુકામાં વાર્ષિક વેરા વસુલાત સારી રહે છે.(૧.૫)

 

(10:32 am IST)