Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભાડલાના ગઢડીયા ગામે વાડીમાં જુગારના હાટડા પર એલસીબી ત્રાટકી : ૭ શખ્સો પકડાયા

રસીક સરધારાએ વાડીમાં જુગારનો અખાડો ચાલુ કર્યો'તો : ૪૭ હજારનો મુદ્દામાલ કબ્જે

ભાડલા, તા. ૧૧ : જસદણના ભાડલા પોલીસ મથકના ગઢડીયા (જામ) ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારના હાટડા પર એલસીબીએ દરોડો પાડી ૭ શખ્સોને ૪૭ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

રાજકોટ જીલ્લા પોલીસ વડા અંતરીપ સૂદની સુચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પો. ઇન્સ. જે.એમ. ચાવડા તથા ઉટાફ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો. હેડ કોન્સ. કરશનભાઇ કળોતરાને ખાનગી રાહે હકીકત મળેલ હતી કે ગઢડીયા (જામ) ગામની સીમમાં ખારા નામથી ઓળખાતી વાડીમાં રહેતા રસીકભાઇ દેવરાજભાઇ સરધારા જાતે પટેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે જે હકીકતના આધારે રેઇડ કરતા (૧) રસીકભાઇ દેવરાજભાઇ સરધારા જાતે પટેલ ઉ.વ.૩પ ધંધો ખેતી (ર) મનુભાઇ વિભાભાઇ ડાંગર જાતે આહીર ઉ.વ. ૩૩ ધંધો ખેતી, (૩) વશરામભાઇ અરજણભાઇ સરધારા જાતે પટેલ ઉ.વ. પ૧ ધંધો ખેતી (૪) લીંબાભાઇ લવાભાઇ ડોબરીયા જાતે પટેલ ઉ.વ. પ૯ ધંધો ખેતી, (પ) હરીભાઇ રામાભાઇ જાંબડીયા જાતે કોળી ઉ.વ. ૪૭ ધંધો ખેતી, (૬) અશોકભાઇ રામજીભાઇ મેર જાતે તળપદા કોળી ઉ.વ. ૩પ, ધંધો- ખેતી તથા (૭) સંજયભાઇ વિઠલભાઇ સરધારા જાતે પટેલ ઉ.વ. ર૮ ધંધો ખેતી રહે. ગઢડીયા(જામ) તા. જસદણવાળાઓ પકડાયેલ જેઓની પાસેથી રોકડા રૂ. ર૧,૮૪૦ તથા મોબાઇલ નંગ ૧૦ કિ. રપ,પ૦૦/- તથા ગંજીપનાના પતા મળી કુલ કિ. રૂ. ૪૭,૩૪૦ના મુદામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ જુગારધારા કલમ ૪,પ મુજબ ભાડલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરલ છે.

આ કાર્યવાહી  ઇન્ચાર્જ પો. ઇન્સ. જે.એમ. ચાવડા તથા પો. સબ ઇન્સ. બી.એન. ચૌધરી, પો. હેડ કોન્સ. કાળુભાઇ ડાંગર, મહેશભાઇ જાની, મહમદ રફીક ચૌહાણ, પો. કોન્સ. બાલકૃષ્ણ ત્રિવેદી, મહેન્દ્રસિંહ સોલંકી, ભાવેશભાઇ મકવાણા, ડ્રા.પો. હેડ કોન્સ. અમુભા વિરડા વિગેરે રોકાયા હતાં.

(4:11 pm IST)