Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મોરબીમાં ગંદકી, કાયમી ચિફ ઓફિસર,સફાઇ કામદારોના પ્રશ્ને આંદોલનની ચિમકી

મોરબી તા. ૧૧ :  નગરપાલિકા વોર્ડ નં-૧૦ના સદસ્ય કે.પી.ભાગિયાએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના પેરિસ મોરબીને નરકાગારમાં ધકેલી અણઆવડત ભર્યો વહીવટ કરતુ સત્તાધારી પક્ષ. મોરબી શહેરમાં છેલ્લા ૪-૫ દિવસ થી જયાં જુઓ ત્યાં કચરો નો ઢગલા ઉભરાતી ગટરના ઉભરાતા પાણી જેનાથી હાલનું મોરબી નરકાગાર જેવી પરિસ્થિતીમાંથી પસાર થાય રહ્યું છે ત્યારે નગરપાલિકા ના દલા તલવાખી જેવો તકલગી જેવો વહીવટી નિર્ણયથી મોરબીની પ્રજા સફાઈ અને સ્વછતાના નામે બાનમાં લેવા માં આવે છે. ૪-૫ દિવસ થી સફાઈ કર્મી ઓ સતાધારી પક્ષ ની વહીવટ ની અણઆવડત થી હડતાલ ઉપર છે. ત્યારે મોરબીની પ્રજા ને ગુમરાહ કરવા માટે વતર્માન પ્રમુખ હાસ્યપદ નિવેદનો દ્વારા પોતાની અણઆવડત છતી કરેલ છે.

મોરબી શહેર ને સ્વચ્છ અને સુંદર રાખવું તે તમામ ચૂંટાયેલા સદસ્ય ઈચ્છે છે. પરંતુ સત્તાધારી પક્ષ ની પ્રશ્ન ઉકેલવાની અણઆવડત ભર્યા વહીવટ થી સફાઈ કર્મચારીઓ ના પ્રશ્ન યેન-કેન પ્રકારે ટલે ચડાવી ગુમરાહ કરી કોંગ્રેસ પક્ષ ને બદનામ કરવાનું ષડ્યંત્ર હોય તે ફલિત થાય છે. તેમજ નગરપાલિકા બિન અનુભવી અણઆવડત ભર્યા વહીવટ થી ચાલે છે.તે નજરે દેખાઈ આવે છે. ઙ્ગમોરબી નગરપાલિકા 'એ-ગ્રેડ'ની નગરપાલિકા છે. અને મોરબી શહેર ઔદ્યોગિક સિટી છે. તો હાલના સમયે મોરબી નગરપાલિકા માં કાયમી ચીફઓફીસર હોવા અનિવાર્ય છે. મોરબી નગરપાલિકા ઇન્ચાર્જ ચીફઓફીસર થી ચાલે છે.જેથી ચીફ ઓફિસર સાહેબ પુરથી હાજરી આપી શકતા નથી અને ગેરહાજર રહે છે. તેથી નગરજનો પોતાના કાયમી પ્રાણસમા પ્રશ્નના નિકાલ માટે 'જાયે તો કહા જાયે' તેવી પરિસ્થિતી સર્જાય છે. મોરબી નગરપાલિકા માં કાયમી ચીફઓફીસર અને સફાઈ કામદાર ના ગુંચવાયેલા પ્રશ્ન નું નિરાકરણ નહિ લાવવા માં આવે તો થોડા જ સમય માં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

(12:54 pm IST)