Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જોડિયા ગ્રામ પંચાયતનું બજેટ મંજુર

જોડિયા તા.૧૧ : મહિલા સરપંચ નયનાબેન વર્માના અધ્યક્ષસ્થાને ગ્રામ પંચાયતની બેઠકમાં તલાટી મંત્રી બી.કે.જાડેજાએ વર્ષ ર૦૧૮-૧૯નું એક કરોડ પચાસ લાખવાળુ બજેટ રજુ કરેલ. સભાસદોએ સર્વાનુમતે મંજુર કર્યુ હતુ.

મંજુર થયેલ બજેટમાં જોડિયાના વિકાસ કામોને અગ્રતા અપાશે. જેમાં પાણી પુરવઠા, ઇલેકટ્રીક, સામુહીક વિકાસ, સમાજ શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, જંગલો જેવા કામો માટે રકમનો ઉપયોગ કરાશે.

ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ મજબુત કરવા સભાસદો દ્વારા વેરા સુચનોનું પાલન કરાશે. આ અંગેની ખાત્રી પંચાયતની બેઠકમાં તલાટી મંત્રી ખાત્રી આપી છે.

(11:18 am IST)