Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જામનગર કોર્પોરેશન દ્વારા પાણી વિતરણમાં મિટર પ્રથા સામે આમ આદમી પાર્ટી દ્વારા ડીઝીટલ ઝૂંબેશ

ફેસબુક, વ્હોટસેપ પર 'મારા ઘરમાં પાણીમીટર નહિ' વિડીયો વાયરલ કર્યો

જામનગર તા. ૧ :.. આમ આદમી પાર્ટી દ્વારા જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવનાર પાણી મીટર વિરૂધ્ધમાં ડીજીટલ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ ડીજીટલ ઝૂંબેશ અનુસાર જામનગરના નાગરીકો દ્વારા પાણી મીટરના વિરૂધ્ધમાં પોતાનો એક મીનીટનો વિડીયો અપલોડ કરી શકશે. વિડીયો અપલોડ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સોશીયલ મીડિયા પર ફેસબુક પેઇઝ મારા ઘરમાં પાણી મીટર નહી અને વ્હોટસેપ પર નં. ૮૮૬૬૭ ૦૯૯૦૭ ગ્રુપ બનાવવામાં આવેલ છે.

આ ઝૂંબેશ થી શહેરીજનો દ્વારા પાણી મીટરની વિરૂધ્ધ પોતાનો મત જણાવીને કોર્પોરેશનને આ નિર્ણય પાછો ખેંચવા ફરજ પાડવામાં આવશે. આ ડીજીટલ ઝૂંબેશમાં વધુ ને વધુ નાગરીકો જોડાઇને જામનગર પર લાદવામાં આવી રહેલ મીટર પ્રાર્થને સદંતર બંધ કરવામાં આવે.

વધુમાં જામનગર લોકસભા પ્રમુખ શ્રી પ્રદિપસિંહ ગોહીલ જણાવે છે કે મહાનગરપાલિકા દ્વારા પાણી મીટર લગવવાનો જે નિર્ણય કર્યો છે અને તેનું સૌથી મોટું કારણ પાણીની બચત કરવાની છે તેવું બતાવવામાં આવે છે. તો ખરેખર જો પાણીની બચત જ કરવી હોય અને પ્રમાણીક ઉદેશ્ય હોય તો સૌથી પહેલા (૧) જે પાણીની લાઇન લીકેજ તથા તૂટેલી છે તેમાં સુધારો કરવો જોઇએ. જૂની લાઇનોના બદલે નવી લાઇનો નાખવાની પ્રક્રિયા કરાય તો લગભગ ૧પ ટકા પાણી બચાવી શકાય તેમ છે. (ર) ભૂતિયા જોડાણ છે તેને દૂર કરવા જોઇએ અથવા કાયદેસર કરીને તેનો ચાર્જ વસુલી શકાય, લગભગ દસ હજાર જેટલા ભૂતિયા કનેકશન છે, જે ટોટલ જોડાણના ૧ર ટકા  જેટલા છે. (૩) જો પાણી વિતરણનો સમયગાળો ૪પ મીનીટની જગ્યાએ યોગ્ય જરૂરી ફોર્સથી ૩પ મીનીટ કરવામાં આવે તો લગભગ રર ટકા જેટલી પાણીની બચત થાય. ટોટલ ૧પ-૧ર-રર-૪૯ ટકા જેટલું પાણી બચાવી શકાય અથવા તો કાયદેસર કરી શકાય.

આમ એકવાર ગમે તેમ કરીને મીટરની પ્રથા શરૂ કરવા માગે છે, જેથી કરીને પ્રજા પર આર્થિક બોજો પડે અને કોર્પોરેશનની તિજોરી ભરાય. તેવી લાગણી અંતે વ્યકત કરી છે.

(11:16 am IST)