Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મળતકોની આત્‍માની શાંતિ અર્થે કાંતિભાઇ અમૃતિયા દ્વારા મોક્ષ યજ્ઞ કરાયો

નવનિયુક્‍ત ધારાસભ્‍ય કાન્‍તીભાઈ અમળતિયાએ મળતકોને શ્રદ્ધાંજલિ અર્પીઃ નરેન્‍દ્રભાઈ અને કાન્‍તીભાઈ ન્‍યાય અપાવશે તેવી ખાતરી પણ આપી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૦:  મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને આજે ૪૦ દિવસ પૂર્ણ થયા છે છતાં હજુ મળતકોના પરિવારજનો એ દુર્ઘટનાને ભૂલી શકયા નથી ત્‍યારે મળતકોની આત્‍માની શાંતિ અર્થે મોરબીના નવનિયુક્‍ત ધારાસભ્‍ય કાન્‍તીભાઈ અમળતિયા દ્વારા મચ્‍છુ માતાજી મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ગઈકાલે વિધાનસભા ચુંટણીના પરિણામોમાં મોરબી બેઠક પરથી કાન્‍તીભાઈ અમળતિયાનો જંગી લીડથી વિજય થયો છે ત્‍યારે કાન્‍તીભાઈ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનાના મળતકોની આત્‍માની શાંતિ અર્થે મોક્ષ યજ્ઞનું આયોજન કર્યું હતું જે મોક્ષ યજ્ઞમાં મચ્‍છુ માતાજી મંદિરે યોજાયો હતો મોક્ષ યજ્ઞમાં ધારાસભ્‍ય કાન્‍તીભાઈ અમળતિયા ઉપરાંત નગરપાલિકાના કાઉન્‍સીલર, મળતકોના સ્‍વજનો અને નગરજનો જોડાયા હતા અને યજ્ઞમાં આહુતિ આપીને દિવંગત આત્‍માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે કાંતિઅમળતિયાએ જણાવ્‍યું હતું કે ઘટના બની ત્‍યારે મારા કાર્યકર્તા સહિતનાઓ મચ્‍છુ માતાજીના મંદિરે જ નદીમાં ગયા હતા અને રાહત કામગીરી કરવામાં આવી હતી ચુંટણી દુખ સાથે લડવાની હતી દુખ સાથે જનતા એ અમારા પર વિશ્વાસ મુકયો છે અને જે બન્‍યું તે બની ગયું છે પણ મળતકોને નરેન્‍દ્રભાઈ મોદી અને કાંતિભાઈ અમળતિયા ન્‍યાય અપાવશે તેવી ખાતરી આપી હતી.

 

(11:46 am IST)