Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

જૂનાગઢ સાંત્‍વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા ડીસે-એબીલીટી દિવસની ઉજવણી

જૂનાગઢ : સિવીલ હોસ્‍પિટલના ડી.ઈ.આઈ આર. સી.વિભાગના ડોક્‍ટર તથા મેડીકલ ટીમ દ્વારા સાંત્‍વન સસ્‍થાની ૪૫ દિવ્‍યાંગ દીકરીઓ તથા સરકારી શાળા માખીયાળાની વિધાર્થીઓંની આરોગ્‍ય તથા ચકાસણી કરી જરૂરી દવા માર્ગદર્શન આપી ડિસ એબિલીટી દિવસની ઉજવણી કરી હતી. આ કેમ્‍પ મા જનરલ હોસ્‍પિટલના સર્વ  ડો. મનોજ વ્‍યાસ /ડો. ચિરાગ રાજપુર, ડો. પિયુષાબેન સોલંકી તથા સ્‍ટાફના  હૈમન્‍દ્રભાઈ, દિવ્‍યરજ, જસ્‍મીનભાઈ, ધવલભાઈ, દિવ્‍યેશભાઈ કારિયા તથા મનીષાબેન પોપટએ  સેવા આપી, સસ્‍થાના ટ્રસ્‍ટી નીલમબેન પરમાર તથા રેખાબેન પરમાર દ્વારા સ્‍વાગત અને આભાર  પ્રવચન કરેલ છે. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(12:09 pm IST)