Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

મીઠાપુર આરંભડામાં પબુભા માણેકનું વિજય સરઘસ

મીઠાપુર : દ્વારકાના ધારાસભ્‍ય પબુભાઇ વિરમભા માણેક આ વખતે તેમની આઠમી ટર્મમાં પણ ભારે બહુમતીથી જીતતા આ વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પબુભાનું વિજય સરઘસ આરંભડાથી નીકળ્‍યું હતું. ત્‍યારે મોટી સંખ્‍યામાં સર્વે સમાજના આગેવાનો અને લોકો તથા ભાજપના સમર્થકો આ રેલીમાં જોડાયા હતા. અને ફટાકડાઓ ફોડી, ડી.જે.ના સથવારે મીઠાપુરમાં આવેલા ઝંડાચોકમાં પહોંચ્‍યા હતા. રેલી દરમિયાન પબુભાએ પણ લોકોનું અભિવાદન ઝીલ્‍યુ હતું. ઝંડાચોકમાં પબુભાનું આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે પબુભાએ પોતાના તમામ મતદારોનો આભાર માની આ વિકાસ યાત્રા અવિરત ચાલુ રહેશે. તેવી ખાત્રી આપી હતી. (તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

(11:42 am IST)