Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

સાણથલી ૧૦૮ દ્વારા મહીલાની ડુંગરાળ વિસ્‍તારમાં ડીલેવરી

આટકોટ : જસદણના શાણથલી ગામ થી પ્રજ્ઞાબેન ચૌહાણનો ફોન ૧૦૮માં આવેલ અને જણાવેલ કે ડુંગર વિસ્‍તારમા રહેતા મજુરી કામ કરતા નીલેશ ભાઈના પત્‍નિ અરૂણાબેનને ડિલિવરીનો દુઃખાવો થતા ૧૦૮ને જાણ કરતા  પાઇલોટ પુનિતભાઈ emt ડો. મેહુલભાઈ દિહોરા સાણથલી ગામ ના ડુંગરાળ વિસ્‍તારમાં પહોંચતા ત્‍યાંજ અરૂણાબેન ને વધારે દુઃખાવો થતા ત્‍યાં ડુંગરાળ વિસ્‍તારમાં ડીલેવરી કરવાની જરૂર પડતા ત્‍યાંજ ડીલેવરી કરાવી દીકરાનો જન્‍મ થયા બાદ બાળકને ઓક્‍સિજ નોર્મલ કરતા ઓછુ હોવાથી ૧૦૮ ના ડૉક્‍ટર ધળતિ મેડમ ની એડવાજ મુજબ તેને ઓક્‍સિજન  આપી અને  મધરને પણ ઇન્‍જેકશન અને બાટલો ચડાવી અને સાણથલી સરકારી હોસ્‍પીટલ મા દાખલ કરેલ છે હાલ માં માતા અને બાળક બંનેની તબિયત સારી છે. (તસવીર : કરશન બામટા,આટકોટ)

(12:09 pm IST)