Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ઉપલેટામાં રવિવારે આંખના ઓપરેશન તથા સર્વરોગ નિદાન કેમ્‍પ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૦ : શ્રી માનવ સેવા ટ્રસ્‍ટ અન્નક્ષેત્ર  જનતાની સુખાકારી માટે ઓપરેશન નિદાન કેમ્‍પ દર મહિનાના ત્રીજા રવિવારે રાખવામાં આવે છે ઉપલેટા શહેરમાં ર૮ વર્ષથી અનેક વિધ સેવા પ્રવળતિઓ દ્રારા લોકહ્‍દયમાં વસેલા માનવ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ લાલજીભાઇ રાઠોડ તથા કડવા પટેલ સમાજ ઓફ નોર્થે અમેરીકા દ્વારા તા. ૧૮ રવિવારે સવારે ૯ થી ૧ર ભગતસિંહજી કન્‍યા શાળા, બાપુના બાવલા ચોક ખાતે  રાખવામાં આવેલ છે. આ કેમ્‍પના દાતા તરીકે જાણીતા સેવાભાવી નિલુભાઇ ગોધીંયા તથા કરનભાઇ શોપિંયા (મનોરથ કટલેરી) પરિવાર રહેશે. આ તકે આગેવાનો દાતાઓ સહીતનાઓ ખાસ હાજર રહેશે.

આ કેમ્‍પમાં આંખોના ઓપરેશન, આધુનીક ફેકો મશીનથી નેત્રમણી બેસાડવામાં આવશે. તથા શ્રી રણછોડદાસ આશ્રમ રાજકોટ હોસ્‍પીટલની ટીમ પોતાની સેવા આપશે તેમજ પોરબંદરના નામાંકીત ફીઝીયોથેરાપૌીસ્‍ટ રમેશભાઇ દવે કોઇપણ જાતના હાથ પગ, સાંધા, તાાયુ, નશ દલાતી જવી, ગરદન, ચિકનગુનીયા સહીતના દુખાવા સ્‍થળ ઉપરજ સારવાર કરી આપશે અને ડો. મૌરાબેન જગડા દ્વારા અસ્‍થમા, વા, સાંધાના દુખાવા, ગેસ સહીતના રોગોનું નિદાન કુદરતી સારવાર પધ્‍ધતીથી કરી દવા આપવામાં આવશે.

આ કેમ્‍પમાં આવતા તમામ દર્દીઓ માટે ભોજનની વ્‍યવસ્‍થા માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવેલ છે. કેમ્‍પમાં નામ નોંધાવવા માટે લાલજીભાઇ રાઠોડ ૮૦૦૦૩ ૮૨૩૮૨, તથા ગીરીશભાઇ સીણોજીયાનો સંપર્કે કરવા યાદીમાં જણાવેલ છે. આંખોના ઓપરેશનના દર્દીઓએ પોતાનું આધારકાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રહેશે.

(11:40 am IST)