Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

માણાવદરમાં અરવિંદ લાડાણીનું ઐતિહાસિક વિજય સરઘસઃ માનવ મેદની ઉમટી

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ૧૦ :.. માણાવદર ૮પ વિધાનસભામાં કોંગ્રેસનો વિજય થતાં ઠેર ઠેર વિજય સરઘસ નીકળ્‍યાં જેમાં ગત મોડી રાત્રીનાં વિજય સરઘસ જુનાગઢ રોડ ઉપરથી સીનેમા ચોકમાં પહોંચ્‍યું ત્‍યારે ૧પ વર્ષમાં જોવા ન મળી હોય તેવી જનમેદની ઉમટી પડતા રસ્‍તાઓ ચકકાજામ થયા હતા અનેક મોટરો - ટુ વ્‍હીલના કાફલા ત્‍થા ચાલીને પણ સરઘસમાં સમગ્ર પંથકના સર્વ જ્ઞાતિજનો ઉમટી પડયા હતાં. જાણે ઐતિહાસિક માનવ સુનામી કેમ હોય આવું શહેરની જનતાનો ઉત્‍સાહ ઐતિહાસિક રીતે છેલ્લા વર્ષોમાં જોવા  મળ્‍યો નહોતો  તેવો સ્‍વયંભુ જનમેદની ઉમટી પડી હતી. ઠેર ઠેર વિજેતા ઉમેદવાર અરવિંદભાઇ લાડાણી તથા તેમની ટીમ કાર્યકરોનું અભિવાદન હારતોરા થયું ફટાકડા પણ મનભરીને ફોડયા હતા આ આમ જનતાની જીત છે. લોકોનો ઉમળકો દિલ ખોલીને ઉમટી પડયા જે માનવ સુનામીના દ્રશ્‍યો જ કહી રહ્યા હતાં.

સ્‍વયંભૂ માનવ મેદની એ જીત કરતા પણ સરઘસને ઐતિહાસિક બનાવી દિધી હતી. લોકો - વેપારીઓ પણ આવા સરઘસથી સૌ આヘર્ય ચકિત થઇ ગયા હતાં જનતા  ઇચ્‍છે તો ગમે તેનો તખ્‍તો પલટાવી દે. લોકોમાં અનેરો ઉત્‍સાહ  સરઘસમાં જોવા મળ્‍યો તે મોટી જીત છે. રૂપિયા દેતા તમો દિલ ના જીતી શકો તો રાજકારણ નકામું તેવી આમ જનતામાં ચર્ચાય રહ્યું હતું.

(11:39 am IST)