Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ભાવનગરમાં મહિલાની દારૂ સાથે ધરપકડ

ભાવનગર : આડોડિયાવાસ વિસ્‍તારમાં રહેતી મુનીબેન દીપકભાઇ રાઠોડના મકાનમાં એલ.સી.બી.એ દરોડો પાડી ઇંગ્‍લિશ દારૂની ૧૦૮ એમ.એલ.ની ૬૦ બોટલ તેમજ ૧૭૦ નંગ પાઉચ કિં. રૂા. ૨૭,૪૦૦ સાથે ઝડપી લીધી હતી. એલ.સી.બી.એ. મુનીબેન રાઠોડ તેમજ દારૂનો જથ્‍થો આપનાર તેના જમાઇ વિશાલ દશરથભાઇ આડોડિયા તેમજ પ્રદીપ હર્ષદભાઇ રાઠોડ વિરૂધ્‍ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુના દાખલ કરાવ્‍યો હતો.

(11:07 am IST)