Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

૧૦૮ની ધ્રાંગધ્રાની ટીમે ઉમદા ફરજ નિષ્‍ઠા બજાવી

વઢવાણ : ચુલી ગામ પાસે સાંજે પુરપાટ ઝડપે પસાર થતા અજાણ્‍યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇકમાં બેઠેલા એન.આર.આઇ નરેન્‍દ્રભાઇ દવેને પગ-માથામાં ગંભીર ઇજા થઇ હતી. ત્‍યાંથી પસાર થતા લોકોએ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરતા ધ્રાંગધ્રા ૧૦૮ના પાયલોટ કનુભાઇ ગઢવી, ઇ.એન.ટી. હિનાબેન રાઠોડ એમ્‍બ્‍યુલન્‍સ સાથે ઘટનાસ્‍થળે દોડી ગયા હતા. અને ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત નરેન્‍દ્રભાઇ દવે પાસેથી મળેલા રૂા. ૬૫,૦૦૦ રોકડા તથા સોનાની ચેન, વીંટી અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ તેમના પરિવારને સોંપીને ફરજ નિષ્‍ઠાનું જ્‍વલંત ઉદાહરણ પુરૂ પાડેલ હતું.

(11:06 am IST)