Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જેતપુરમાં સામાન્ય બોલાચાલીમાં ૯ શખ્સોએ લોખંડ-લાકડાના ધોકા મારીને છેડતીઃ ખૂનની ધમકી

જેતપુર તા. ૧૦ :.. અત્રેના ભાદરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ભરતભાઇ મનજીભાઇ રાતોજા, તેના પરિવાર સાથે ઘેર હતાં. ત્યારે બપોરે ૧૧ વાગ્યાના અરસામાં રસોઇ બનાવતી વખતે તેના પાડોશમાં રહેતા શખ્સો એ કોઇ કારણોસર ઘરમાં ઘુસી ભરતભાઇની દિકરી  (ઉ.ર૦) વાળી સાથે ઝપાઝપી કરી તેનું ટીશર્ટ ફાડી છેડતી કરી અને તેની માતા-પિતા ભાઇ વચ્ચે પડતા તમામે લાકડીના ધોકા, લોખંડના પાઇપ વડે હૂમલો કરી માર મારી-મારી નાખવાની ધમકી આપેલ. ભરતભાઇની દિકરીને લાગી જતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડેલ. જેથી તેની ફરીયાદ પરથી નવ શખ્સો ઉદય કાઠી, ભોલો, ભીમો, સોનલબેન મકવાણા, ક્રિષ્નાબેન મકવાણા, મુસ્કાનબેન, શારદાબેન મકવણા, નયનાબેન, શારદાબેન મકવાણાના દિકરાની પત્ની વિરૂધ્ધ આઇપીએસ ૩પ૪ (એ.) ૩ર૩, ૩ર૪, ૩૩૭, ૪ર૭, ૪પર, પ૦૬(ર), પ૦૪, ૧૧૪, જી. બી. એકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

જયારે સામા પક્ષે પણ, નયનાબેન ધનજીભાઇ મકવાણાએ પણ ભરત રાતોજા, તેના પત્ની સોનલબેન, પુત્ર ભાર્ગવ અને દિકરી વિરૂધ્ધ ગુન્હો  નોંધાવતા જણાવેલ કે  તેનો દિકરો એમ્બ્રોડરીના કારખાનામાં મજૂરી કામ કરવા જતો હતો તે બાબતે બોલાચાલી કરી અને મારામારી કરેલ અને છેડતી કરેલ હોય તેની ફરીયાદ પરથી તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)