Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જામનગર વોર્ડ નંબર ૬ના રહિશોના પાણીના પ્રશ્નો સાંભળતા મંત્રીશ્રી જાડેજા

વડાપ્રધાન સિંગલ યુઝ પ્લાસ્ટીક મુકતનો સંદેશ : ભારત દેશને સિંગલ યુઝ ટાઈમ પ્લાસ્ટીક મુકત કરવાના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશાને વોર્ડન. ૬ના ઘરોઘર સુધી પહોંચાડવા રાજયકક્ષાના મંત્રી ધમૅન્દ્રસિંહ જાડેજા (હકુભા) કટીબધ્ધ બન્યા : વોર્ડનં. ૮ના રહેવાસીઓને નવ વર્ષ સુખ-પ્રશાંતી -સમૃધ્ધિમાં વધારો કરનારું રહે તેવી શુભકામના હકુભા જાડેજાએ પાઠવી હતીઃ શહેર ભાજપના અધ્યક્ષે ભાજપની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાની હકુભા જાડેજાની કાર્યશેલીને બિરદાવી

જામનગર તા.૧૦: જામનગર શહેરના દિગ્જામ સકલથી એરકોર્સને રોડને જોડતા ફલાઈ ઓવર સાથે વોર્ડન. ૬માં અનેક વિકાસોના કામો થયાં છે અને જે બાકી છે તે આવનારા સમયમાં ઝડપભેર પૂર્ણ થાય એવા પ્રયાસો સાથેની શભકામનાઓ વોર્ડનં.૬ના લોકસવાદ સાથે સ્નેહમિલનમાં રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ જણાવ્યાં હતુ. વોર્ડન. ૬માં સતત સાતમાં વર્ષે નવા વર્ષની શુભકામના આપવા માટે લોકસંવાદ સાથે સ્નેહમિલનની પરંપરા આ વખતે પણ જાળવી રાખી છે. રાજયકક્ષાના મંત્રી હકુભા જાડેજાએ વોર્ડનં. ૬ના રહેવાસીઓને આ નવું વર્ષ સુખ-પ્રશશાંતી-્રસમૃધ્ધિવાળ રહે તેવી શભકામનાઓ આપી હતી . લોકસંવાદના કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સિંગલ યુઝ ટાઈમ પ્લાસ્ટીક મુકત ભારતના સ્વપ્નને પુરુ કરવાના અભિયાનમાં લોકોને જોડાવા અપીલ કરી હતી અને પ્લાસ્ટીકની વસ્તુ ઓનો ઉપયોગ ન કરવા પણ અનુરોધ કર્યો હતો અને આજથી જ કાગળની બેગો લોકોને વિતરણ કરી લોકોને કાગળની બેગો વાપરવા અપીલ કરી હતી.  આ કાર્યક્રમને શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ બિરદાવ્યો હતો. તેઓએ વધમાં જણાવ્યં હતું કે ભાજપની લોકસેવા કરવાની સેવાભાવનાઓને સર્મપિત રહેવાની રાજકીય વિચારધારાની વાતોને વાગોડી હતી અને ભાજપની વિચારધારાને જન-જન સધી પહોંચાડવા આજે એક એક ભાજપનો કાર્યકર વિસ્તાર વાઈઝ કટીબધ્ધ બન્યો છે.

વોર્ડનં. ૬માં આવેલા લોકસંવાદ કાર્યક્રમમાં મેયરશ્રી હસમુખભાઈ જેઠવા , સ્ટે.કમિટિ ચેરમેન સુભાષભાઈ જોષી, જામનગર શહેર ભાજપ મહામંત્રી ડો.વિમલભાઈ કગથરા, તથા આ વિસ્તારના કોર્પોરેટરો કમલાસિંઘ રાજપત, આલાભાઈ રબારી, રમાબેન ચાવડા, જાંજીબેન ડેર અને વોર્ડન. પ્રમખ દિપકસિંગ તથા આ વિસ્તારના સ્થાનિક આગેવાનો વિપુલભાઈ ધવડ, અનિરુધ્ધસિહ ઝાલા, ડાંગરસિંહ, વનરાજસિંહ જાડેજા, યવરાજસિંહ જાડેજા, દલસુખભાઈ, ચંદુ મારાજ, મદનસિંગ શેખાવત, રાજપાલભાઈ ગઢવી, હરીનદરાય, ડાડુભાઈ ડેર, મનોજભાઈ પરમાર, રાજેશસિંગ, જયોતિબેન ભારવાડીયા, રણજીતસિંહ ચાવડા, સામજીભાઈ નિખિલભાઈ, લખમણભાઈ વઘોરા, ઉપસ્થિત રહયાં હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મંત્રીશ્રીના પી.એ. પ્રવિણસિહ કે. જાડેજાએ કરેલ હતંુ.

 કાર્યક્રમને સફળ બનાવવા માટે સનિલભાઈ આશર, પ્રદ્યુમનસિંહ જાડેજા (પિન્ટુભાઈ), અક્ષય દવે, વિનય જાની, દિનેશ રાઠોડએ જહેમત ઉઠાવી હતી.

(1:16 pm IST)