Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ભાવનગરના આંબલામાં ક્ષત્રિય સમાજનાં બે જુથો વચ્ચે સશસ્ત્ર અથડામણઃ ૬ને ઇજા

ભાવનગર : ભાવનગર નજીક આંબલા ગામે ક્ષત્રિય સમાજના બે જુથો સશસ્ત્ર અથડામણ થતાં છ ને ઇજા થતા સિહોર હોસ્પિટલ ખસેડાયેલ છે.

મળતી વિગતો મુજબ ભાવનગર નજીક સિહોર પાસેના આંબલા ગામે જુની અદાવતે ક્ષત્રિય પરિવારમાં બે જુથો વચ્ચે અથડામણ થતાં પાઇપ, ધોકા, કુહાડી, તલવાર વડે એક બીજા ઉપર હુમલો કરતા છ ને ઇજા પર્દાપણ સારવાર માટે સિહોરની હોસ્પિટલમાં ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં જ સિહોર પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવથી ગામમાં નાસભાગ મચી ગઇ હતી.

(1:15 pm IST)