Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

પત્નીને ભગાડી જવાની શંકાથી

જામનગરના યુવાનને થાંભલે બાંધી ફટકાર્યો

મોવાણ ગામે લગ્નમાંથી પરત ફરતી વેળાએ પાંચ શખસો તૂટી પડયા

ખંભાળીયા, તા. ૧૦ : તાલુકાના મોવાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલા જામનગરના યુવાનને પાંચ શખસોને માર મારતા પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે. વિગત મુજબ જામનગરના સરદાર નગર શેરી નં. પમાં રહેતો જેન્તી ગોવિંદભાઇ સોનગરા (ઉ.વ.ર૬) નો દલવાડી યુવાન મોવાણ ગામે લગ્ન પ્રસંગે આવેલ હોય લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ જામનગર જવા નિકળતો હતો ત્યારે મોવાણમાં જ રહેતા પરસોતમ કેશવભાઇની પત્ની આજથી નવેક મહિના પહેલા ઘરેથી ચાલી ગયેલ હોય જેને જેન્તી લઇ ગયો હોવાની શંકા રસ્તામાં આંતરી ઢીકાપાટુનો મારમારી સાથે રહેલા હેમરાજ કેશવ, કેશવ ડાયા, રમેશ માંડા તથા રમેશનો ભાઇ બધા સાથે મળી ધોકા વડે બેફામ મારમારી ઢસડી જઇ વિજપોલ સાથે બાંધી ફરીથી લાકડીથી વડે માર મારી જાનથી મારીનાખવાની ધમકી આપતા પાંચેય શખસો વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(1:14 pm IST)