Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

વઢવાણમાં લુહાર સુથાર જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા

વઢવાણ : સમસ્ત લુહાર સુથાર ગુજરાતી સેવા સમાજ-ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કક્ષાના પ્રથમ સમૂહ લગ્નનું વઢવાણ ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં ર૦ નવ યુગલે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમારંભમાં બાળ વિદૂષી પૂ. રતનબેન, રામધન આશ્રમ, મોરબી પૂ. શિલાગીરી માતાજી, ટીકર, સાંસદશ્રી મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પર લોક પંચાલ, મિતાક્ષ પંચાલ હાજર રહી નવંદપતિને આશિર્વા દઆપ્યા હતાા. આ પ્રસંગે અંદાજે ૧૧૦૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. તેમાં મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારના સ્વચ્છતા અભિયાન સંદર્ભે સ્વચ્છતા રાખી અને પર્યાવરણ જાળવણી અને સીંગલ યુઝ પ્લાસિટકનો ઉપયોગ ન કરવા સમાજ વતી ડો. પંકજ મિસ્ત્રીએ શપથ લેવરાવ્યા હતાં. આ પ્રસંગે મુખ્ય યજમાન સંજીવભાઇ નાગરદાસ પીઠવા, સમાજના આગેવાનો અને દાતાશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

(1:13 pm IST)