Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પીએસઆઇની હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો

લીંબડી પીએસઆઇ ઉપર જીવલેણ હુમલો કરનાર ગેડિયાની કુખ્યાત ગેંગને ઝડપી પાડવા પોલીસે ત્રણ ટીમો બનાવી

સુરેન્દ્રનગર, તા. ૧૦: લીંબડી પાટડી તાલુકના ગેડિયા ગેંગ દ્વારા ચાલુ વાહનની તાડતપત્રી ચીરી તસ્કરીના બનાવોએ જિલ્લા પોલીસને નાકે દમ લાવી દીધો હતો ચાર મહીનામાં લીંબડી રાજકોટ હાઈવેના બગોદરા થી ચોટીલા વચ્ચે વાહનની પાડપત્રી ચીરી દસ થી વધુ ટ્રકો નિશાન બનાવી ટીવી જીરાની બોરીયો અને પ્લાસ્ટિકના દાણા ટ્રાન્સપોર્ટનો સામાનની ચોરીને અંજામ આપી ગત રોજ બદલાણા હાઈવે પાસે આઈસરમાંથી રૂ . ૧ . ૯૧ લાખની મતાની ચોરી કરી લીબડી તરફ ગેડિયા ગેંગ પહોચતા પીએસઆઈ દ્વારા ગેડિયા ના ગેંગનો પીછો કરવામાં આવ્યો હતો . જેમા પીએસઆઈ ઉપર જીવલેણ હુમલો કરી દસ આરોપીઓ ફરાર થઈ જતા લીંબડી પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી પોલીસની અલગ અલગ ત્રણ ટીમો ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે . બનાવી ગેડિયા ગેંગને ઝડપી પાડવા ગેડિયા ગેંગ દ્વારા શિયાણી અને તાવી ગામ વચ્ચે લીંબડી પીએસઆઈ ઉપર જીવલેણ હુમલો કરી ચાલુ કારે ખીલીઓનો વરસાદ કરવામાં આવતા પીએસઆઈની સ્કોરપીયો કારનું ટાયર બેસી જતા ફુલસ્પીડમાં કાર રોડની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી . જેમાં પીએસઆઈ વરૂનો આબાદ બચાવ થયો . લીંબડી પોલીસે ગેડીયા ગેંગના દસ આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ મહેન્દ્ર બગડીયા અને લીંબડી નાયબ પોલીસ અધિક્ષક ડી વી . બસિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી , માલણ પોલીસ અને લીંબડી પોલીસની ટીમ મળી કુલ ત્રણ ટીમો બનાવી ગેડીયા ગેંગના આશ્રય સ્થાનો ઉપર દોરડાનો દોર શરૂ કરી દેવામાં આવ્યા છે.

(1:12 pm IST)