Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

બહારના શિયા લોકોને ભારત દેશમાં શરણ આપવા માંગણી

મહુવા તા.૧૦: લખનૌ ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો-બોર્ડની બેઠક કોન્વેન્ટ સ્ટેડીયમમાં મળી આવી હતી. આખા દેશના ઓલમા તથા રાજકીય લોકોએ  હાજરી આપી હતી. બેઠકમાં એનઆરસી તથા મોબ લીંચીંગ જેવી બાબતોએ સરકારને નિશાન બનાવાઇ હતી. સાથોસાથ ભારતની બોટર જે શીયા મુસ્લીમો છે તેઓને ભારત શરણ આપે તેની માંગ કરવામાં આવી હતી.

મોલાાના યાશુબ અબ્બાસ તથા બોર્ડના પ્રમુખ મૌલાના સાએમ મેહુદી શીયા મુસ્લીમોની જરૂરીયાતો ઉપર ભારત સરકાર  ધ્યાન આપે તેવી માંગ કરી કહ્યુ કે અમો ભારતમાં ચાહેસાત કરોડ હોઇ કે ફકત સાત જણ હોઇ ભારત સરકાર અમોને અમારા હકથી વંચિત નથી રાખી શકતી ગુજરાતથી મૌલાના રાજાની હસન અલી રૂહાની  હાજર રહ્યા.

(1:12 pm IST)
  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST

  • જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખરડાની નકલ સળગાવી : સ્ટેચ્યુ સબંધી ઓથોરીટી રચવાનો કાયદો આદિવાસીઓની જમીન પડાવવા માટેનો હોવાનો આક્ષેપ : કાળો કાયદો ગણાવી વિધાનસભા સંકુલમાં અપક્ષ ધારાસભ્યએ કાંડી ચાંપી access_time 4:19 pm IST

  • બંધારણના આર્ટિકલ ૩૭૦ રદ કરવાની જોગવાઇને પડકારતી અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 11:36 am IST