Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

LRDની પરીક્ષાના મેરીટ લિસ્ટમાં અન્યાય થયાના આક્ષેપઃ જૂનાગઢમાં રબારી સમાજની રેલીમાં સરકાર સામે આક્રોશ

આગામી સમયમાં જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરાશે

જૂનાગઢ, તા. ૧૦ : લોકરક્ષદળની પરીક્ષાનો વિવાદ આજદિન સુધી ચાલી જ રહ્યો છે, પહેલા એલઆરડીની પરીક્ષાનું પેપર ફૂટી ગયું, પછી પરીક્ષા પાછી લેવાઇ, હવે મેરિટ લિસ્ટમાં ગોટાળા હોવાના આરોપ લાગ્યા છે. કેટલાક ઉમેદવારોના ૮૫ જેટલા માર્કસ હોવા છંતા તેમની પસંદગી થઇ નથી.

જૂનાગઢમાં રબારી સમાજના યુવાનો અને વડીલોએ એક મોટી રેલી કાઢી હતી, આરોપ લગાવાયા છે કે લોકરક્ષક દળની પરીક્ષાના મેરિટ લિસ્ટમાં રબારી સમાજના યુવાનોને અન્યાય થયો છે. રેલીમાં આવેલા લોકોએ આ અંગે કલેકટરને આવેદન પત્ર આપીને ન્યાયની માંગ કરી છે.

રબારી સેવા સમાજના પ્રમુખ વરજાંગભાઇ હુણે જણાવ્યું કે, લોકરક્ષક દળની પરીક્ષાના મેરિટ લિસ્ટમાં સૌરાષ્ટ્રના ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારના અનૂસુચિત જાતિના રબારી સમાજના ઉમેદવારોની બાદબાકી કરી દેવામાં આવી છે, તેમને નોકરીથી વંચિત રાખવામાં આવ્યાં છે, આગામી સમયમાં જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરાશે,અત્રે ઉલ્લેખનીય છે લોકરક્ષક દળની પરીક્ષામાં કેટલાક ઉમેદવોરાનું પરિણામ પેન્ડીંગ રખાયું છે, જે ટૂંક સમયમાં જાહેર થવાની શકયતા છે.

(1:11 pm IST)
  • ઓલ ઇન્‍ડિયા સ્‍ટુડેન્‍ટસ યુનિયને વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારાબીલ સામેના વિરોધમાં સમગ્ર આસામમાં ૩૦ સ્‍થાનીક સંગઠનો સાથે પ્રદર્શન કર્યું અને નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ અને આસામના મુખ્‍ય પ્રધાન સર્બાનંદ સોનવાલના પૂતળા બાળ્‍યાઃ બધાજ વકતાઓએ એક જ સુરમાં કહ્યું વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારા બિલને કોઇપણ ભોગે સ્‍વીકારવામાં આવશે નહિ access_time 4:35 pm IST

  • કાશ્મીરમાં ઇન્ટરનેટ શરૂ કરવા અમેરીકી સંસદમાં ઠરાવ મુકાયો!! :૨૫ હજારથી વધુ ભારતીય અમેરીકનોએ ઇ-મેઇલ કરી ઉગ્ર વિરોધ કર્યોઃ કાયદો નહિ બની શકે access_time 1:09 pm IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST