Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જૂનાગઢમાં ભવ્ય જુલૂસ સંપન્ન

જૂનાગઢઃ આ વર્ષે પણ ઇસ્લામ ધર્મના મહાન શહેનશાહે વલી અબ્દુલ કાદિર જીલાની ગૌશુલ આઝમ ની યાદમાં શાનદાર જુલૂસ નું આયોજન કરવામાં આવેલ હતું  બપોરે ૨-૩૦ કલાકે વાલીએ સોરઠ ની દરગાહ ખાતેથી ચાદર પોષી કર્યા બાદ શરૂ થઈ રાબેતા મુજબ માં રૂટ સુખનાથ ચોક જેલ રોડ એમ.જી.રોડ ચીતાખાના ચોક ઢાલ રોડ માંડવી ચોક ઝલોરાપા થઈ મસ્જિદ રઝા ખાતે પૂર્ણઙ્ગ થયું હતુંઙ્ગ જયાં શહેર ખતિબ અલીમોહમદ ઉદબોધન કરેલ જયારે ગુલઝાર બાપુએ દુઆએ ખેર કરેલ આભાર વિધિ હનીફભાઇ જેઠવા એ કરેલ વધુમાં કમિટી ના સફીભાઈ સોરઠીયા એ જણાવેલ છે કે આ જુલૂસ ખાંકાહે રઝવિય્યાહ ના ગાદીપતી ગુલઝાર બાપુની અધ્યક્ષતામાં નીકળેલઙ્ગ જયારે  સિપી એમ.ના બટુકભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી સુપુત્ર મનોજભાઈ જોશી સહિત જૂનાગઢ ના ઓલમાએ કિરામ સાદાતે કીરામ તેમજ મસ્જિદો ના ખતીબ તથા સામાજિક/ રાજકીય આગેવાનો તેમજ તમામ મુસ્લિમ બિરાદરો સામેલ થયા હતા આ જુલૂસ ને સફળ બનાવવા કમિટી ના અબ્દરેમાનન ભાઈ પંજા, અશરફ ભાઈ થાઈમ, સોહેલ સિદ્દીકી, ઈકબાલભાઈ કાચવાલા, સાકિરભાઈ બેલીમ, લતિફ બાપુ ,પરવેઝબાપુ કાદરી આરીફમિયા કાદરી.સલીમ સાબ અઝહરી. સાજીદ વીદ્યા કાસમભાઈ જુનેજા આસિફભાઇ સાંધ..સહિત ના એ સતત ખડે પગે રહી જુલુષને સફળ બનાવેલ ઉપરાંત એ.ડિવિઝન પી.આઇ.શ્રી ઝાલા સહિત પોલીસ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી.

(1:10 pm IST)
  • ભારત-રશિયા વચ્ચે સેનાની ત્રણે પાંખ વચ્ચેની લશ્કરી કવાયત 'ઇન્દ્રા'નો પ્રારંભ થયો access_time 2:25 am IST

  • ઓલ ઇન્‍ડિયા સ્‍ટુડેન્‍ટસ યુનિયને વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારાબીલ સામેના વિરોધમાં સમગ્ર આસામમાં ૩૦ સ્‍થાનીક સંગઠનો સાથે પ્રદર્શન કર્યું અને નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ અને આસામના મુખ્‍ય પ્રધાન સર્બાનંદ સોનવાલના પૂતળા બાળ્‍યાઃ બધાજ વકતાઓએ એક જ સુરમાં કહ્યું વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારા બિલને કોઇપણ ભોગે સ્‍વીકારવામાં આવશે નહિ access_time 4:35 pm IST

  • પી.પી.એફ.અને નાની બચત યોજનાઓ ઉપર મળતા વ્યાજમાં ઘટાડો કરો : RBI નું કેન્દ્ર સરકારને સૂચન : પોસ્ટ ઓફિસમાં મળતા વધુ વ્યાજને કારણે બેંકોની ડિપોઝીટ ઘટી રહી છે : સસ્તી લોન આપવામાં મુશ્કેલી access_time 12:43 pm IST