Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ધોરાજીના વેગડી પાસે ભાદર નદીમાં જંપલાવી યુવાન એન્જીનીયરનો આપઘાત

ધોરાજી, તા. ૧૦ : આજે વહેલી સવારે વેગડી ગામે આવેલ ભાદર નદીના પુલ પાસે પાણીમાં એક યુવાનની લાશ તરતી હોવાની જાણ ભોલાભાઇ સોલંકીને થતા સવારે એમ્બ્યુલન્સ માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, અશોકભાઇ વઘાસીયા સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા. નદીમાં હોડી વાળાઓ લાશને કિનારે લાવતા માનવ સેવાની એમ્બયુલન્સમાં જામકંડોરણા લાવતા આ યુવાન જામકંડોરણાના ગોપાલભાઇ સુખા ઉર્ફે સુરેશભાઇ બાલધાનો પુત્ર હોવાનું જાણવા મળેલ છે.

મરણજનાર સોફટવેર એન્જીનીયર હોવાનું જાણવા મળેલ છે અને થોડા દિવસો પૂર્વ તેની સગાઇ થયેલ હતી અને મરણજનાર ર ભાઇઓ હતા અને પોતે મોટો હતો અને તેના પિતા ખેતીકામ કરી ગુજરાત ચલાવતા હતા. આ દુઃખ ઘટનાની જાણ થતાં જામકંડોરણા હોસ્પિટલ ખાતે અગ્રણીઓ દોડી આવેલ હતા. મરણજનારની ડેડ બોડીને રાજકોટ ખાતે પીએમ અર્થ લઇ જવા કામગીરી હાથ ધરાય છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:05 pm IST)