Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

પોરબંદરના દરિયામાં પુનઃ લો પ્રેશરની અસરની સંભાવનાઃ એક નંબરનું સિગ્નલ

માછીમારોને દરિયો ખેડવામાં સાવચેત રહેવા ચેતવણી

પોરબંદર તા.૧૦: પશ્ચિમ-દક્ષિણના લો પ્રેશરની અસર પોરબંદર દરિયામાં વધે તેવી સંભાવનાથી બંદર કાંઠે ગઇકાલે બે નંબરનું સિગ્નલ ચઢાવ્યા બાદ અર્ધી કલાકમાં તે એક નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં લો-પ્રેશરને કારણે પાણીના અંદરના ભાગે પ્રવાહનું જોર વધે તેવી સંભાવના છે માછીમારોને દરિયો ખેડવામાં સાવચેત રહેવા ચેતવણી અપાઇ છે. ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૧,૬ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧૮,૬ સે.ગ્રે. ભેજ ૭૦ ટકા, પવનની ગતિ પ કીમી તથા હવાનું દબાણ ૧૦૧૫,૫ એચ.વી.એ. રહ્યું છે.

(12:03 pm IST)