Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જસદણમાં લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે જરૂરી તમામ પગલા ભરવા માંગણી

જસદણ તા.૧૦ : શહેરમાં છેલ્લા બે માસથી અનેક રોગચાળાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. છતા નગરપાલીકા તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય જાળવવા આરોગ્ય વિષયક પગલા ભરવામાં પાછીપાની કરાવી હોવાની ફરીયાદ જોવા મળે છે.

છેલ્લા બે માસમાં શહેરમાં તાવ, શરદી, મેલેરીયા, ઝાડા ઉલ્ટી, ડેન્ગ્યુ કમળા, ટાઇફોઇડ જેવા અનેક રોગોથી સરકારી અને ખાનગી દવાખાનાો ઉભરાય રહ્યા છે. દરરોજ કોઇને કોઇ દર્દથી પીડાયેલા દર્દીઓ દવાખાનામાં આવી રહ્યા  હોવા છતા નગરપાલિકા તંત્રએ એક પણ અખાદ્ય પદાર્થ ફળ ફળાદી શાકભાજી વેચતા વેપારીઓ સામે કોઇ પગલા ન ભરતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ છવાયો છે.

શહેરમાં મીઠાઇ ફરસાણ, પાણીપુરી, ખમણ, ગાંઠીયા, પાઉભાજી, પુરીશાક, ગંદા પાણીમાં બની રહ્યા છે અને હલકા માવા લાટા તેલમાં બનીને વેચાઇ રહ્યા છે.  આ ઉપરાંત ફળો શાકભાજી સડેલા અને એમાં કાર્બન અને જંતુનાશક દવાનો ઉપયોગ કરાયે છે. રસ્તાઓ વચ્ચે લારીઓ અને નગરપાલિકાની જગ્યાઓમાં જ ઉઘાડા વાસી ખાદ્ય પદાર્થ અને ઢોર પણ ન પીવે એવા પીણાઓથી ફેકટરી ધમધમે છે.

જસદણની પ્રજાને બચાવવા માટે રાજકોટ જીલ્લા કલેકટરએ શહેરનોઆઠ દિવસ મુકામ રાખી સૌ પ્રથમ રેકડી કેબીનો અને પાલીકાની જગ્યામા પાણી વેચનારાઓ સામે કેસ કરી સાફ સફાઇ કરી એવી પુર જંતુનાશક દવાનો છંટકાવ કરી શહેરને પીવા માટે ચોખ્ખુ પાણી આપે એવી માંગ લોકોમાં થઇ રહી છે.

(12:03 pm IST)