Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જસદણના ગોંડલાધાર ગામે રમેશભાઇ કોળી પર હુમલો

બકરા ચરાવવાની ના પાડતા જયેશ અને ધુડો ભરવાડ તૂટી પડયા

રાજકોટ તા. ૧૦ :.. જસદણના ગોંડલા ધાર ગામે બકરા ચરાવવાની ના પાડનાર કોળી યુવાન પર બે ભરવાડ શખ્સોએ હૂમલો કર્યો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણના ગોંડલાધાર  ગામે રહેતા રમેશભાઇ નાથાભાઇ કોળી (ઉ.ર૭) એ પોતાના ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા તે જ ગામના જયેશ ઉર્ફે જહલો લાખાભઇ ભરવાડ અને ધુડો લાખાભાઇ ભરવાડએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી કોઇતાથી હુમલો કરતા રમેશભાઇને માથામાં ઇજા થઇ હતી આ અંગે ઉકત બન્ને શખ્સો સામે ફરીયાદ થતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)
  • ઓલ ઇન્‍ડિયા સ્‍ટુડેન્‍ટસ યુનિયને વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારાબીલ સામેના વિરોધમાં સમગ્ર આસામમાં ૩૦ સ્‍થાનીક સંગઠનો સાથે પ્રદર્શન કર્યું અને નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ અને આસામના મુખ્‍ય પ્રધાન સર્બાનંદ સોનવાલના પૂતળા બાળ્‍યાઃ બધાજ વકતાઓએ એક જ સુરમાં કહ્યું વિવાદાસ્‍પદ નાગરીકતા સુધારા બિલને કોઇપણ ભોગે સ્‍વીકારવામાં આવશે નહિ access_time 4:35 pm IST

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કાલથી કાશ્મીર સહીત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષાનો પ્રારંભ access_time 10:14 pm IST

  • હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલઃ પોલીસ સામે નામજોગ FIR કરવા હાઇકોર્ટનો આદેશ :એન્કાઉન્ટરમાં સામેલ દરેક પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધાવવી પડશેઃ પોલીસ કર્મચારીઓને કેસનો સામનો કરવો પડશે access_time 1:09 pm IST