Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કાગદડીના સરપંચ વાડીમાંથી ઝડપાયેલ દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવાઈ

ભડાકે નહીં દેવાય : પાંજરે પુરાયેલ દીપડીને આજીવન કારાવાસની સજા

અમરેલી-બગસરાના કાગદડી ગામની સીમમાંથી આદમખોર દીપડી પાંજરે પુરાઈ છે. પાંજરે પુરાયેલ દીપડીને આજીવન કારાવાસની સજા કરવામાં આવશે. દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી છે. જે વનતંત્ર સાપરમાં શોધતુ હતુ તે દીપડી કાગદડીની સીમમાંથી પાંજરે પુરાઈ છે.

   કાગદડીના સરપંચ વાડીમાંથી આ દીપડી પાંજરે પુરાઈ છે. રાત્રીના 3 વાગ્યે દીપડીને પાંજરે પુરીને વનવિભાગે દીપડીને અન્ય ખસેડી છે. જે અંગેની પુષ્ટી વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દીપડી પાંજરે પુરાતા પ્રભાવિત વિસ્તારમાં ખુશીનો માહોલ છે. અને લોકો 3 દિવસ બાદ બહાર નીકળ્યા હતા. દીપડી અંગે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જણાવ્યુ હતુ કે, ૬ માસથી માનવભક્ષી દીપડા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમ છતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવામાં આવતા નથી.

(12:02 pm IST)