Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

વાંકાનેરના કલાવડીમાં ધીરૂભાઇ મકવાણા પર વાડી માલિકના ત્રણ ભાઇઓનો હીચકારો હુમલો

તમે કેમ અમારા ભાઇની વાડી વાવવા રાખી? કહી પાઇપના ઘા કર્યા

રાજકોટ તા. ૧૦: વાંકાનેરના નવી કલાવડીમાં રહેતાં ધીરૂભાઇ નાનજીભાઇ મકવાણા (વણકર) (ઉ.૫૦) રાત્રીના નવેક વાગ્યે ગામના કેશુભાઇ ચમારની વાડી વાવવા રાખી હોઇ ત્યાં ઘઉંમાં પાણી વાળવા ગયા ત્યારે વાડી માલિક કેશુભાઇના ભાઇઓ રમેશભાઇ, કિરીટભાઇ અને મુકેશભાઇએ આવી પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રવિભાઇએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. ધીરૂભાઇના સગાના કહેવા મુજબ ધીરૂભાઇએ કેશુભાઇની વાડી વાવવા રાખી હોઇ તે બાબત તેના ભાઇઓ રમેશભાઇ સહિતને પસંદ ન હોઇ રાતે ધીરૂભાઇ પાણી વાળવા ગયા ત્યારે આ ત્રણેય ભાઇઓએ આવી તમે કેમ આ વાડી વાવવા રાખી? તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(12:00 pm IST)