Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

જોડિયામાં પૂ.મોરારીબાપુના હસ્તે બગીચાનું ખાતમુર્હુત

જોડીયા તા.૧૦ : શ્રી ગીતા વિદ્યાલય સામે દાળ સરોવર ખાતે કે જયા કાયમ પાણી ભરાયેલ રહે છે જે જગ્યા પાસે પ.પુ.મોરારીબાપુની પાવન નિશ્રામાં ડાળ સરોવર બગીચાનું ખાતમુહુર્ત બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ હતુ.ડાળ સરોવર પાસે રળિયામણો બગીચો બનશે. આ પ્રસંગે સરપંચ નયનાબેન અશોકભાઇ વર્મા, યજમાનો વિનુભાઇ ચંદારાણા, વિનાભાઇ કાનાણી તથા જોડીયા શહેરના ગ્રામજનો હાજર રહ્યા હતા.

(11:58 am IST)