Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ખંભાળિયામાં ઇન્ટરનેશનલ કરપ્શન દિવસની ઉજવણી કરાઇ

નગરજનોને લાંચ વિષયક કાયદાની તલસ્પર્શી માહિતી અપાઇ

દેવભૂમિ દ્વારકા,તા.૧૦: ૯ ડીસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં 'ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે'ની ઉજવણી કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે ગુજરાત રાજય એ.સી.બી દ્વારા પણ તમામ એ.સી.બી. એકમોમાં ઉજવણી કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા એ.સી.બી.ના નવનિયુકત પોલીસ ઇન્સપેકટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા તથા સ્ટાફ દ્વારા ખંભાળીયા નગરપાલિકા સંચાલિત યોગકેન્દ્ર હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

જેમાં ખંભાળીયા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ તથા શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો / નાગરિકો, પત્રકારો તથા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ તેમજ જીવીજે અને વિજય ચેરીટેબલ ટ્રસ્ટ હાઇસ્કુલના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.

કાર્યક્રમમાં એ.સી.બી. પોલીસ ઇન્સપેકટર સરવૈયાએ પ્રાસંગિક પ્રવચન સાથે એ.સી.બી. કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપેલ હતી તેમજ એ.સી.બી.ની કામગીરીમાં સહકાર આપવા ઉપસ્થિત સૌને અનુરોધ કરી તેઓશ્રીના મોબાઇલ નંબર ઉપર તથા એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જણાકારી આપવા જણાવેલ હતું. કાર્યક્રમના અંતે ભ્રષ્ટાચાર નાબુદી અંગેના સપથ લેવડાવવામાં આવ્યા હતા.

(11:57 am IST)