Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ભાણવડમાં સીએચસી સ્ટાફ દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

ભાણવડ તા.૧૦ : ભાણવડમાં નવી ૧૦૮ એમ્બ્યુલન્સ સરકાર દ્વારા ફાળવવામાં આવતા ભાણવડ ૧૦૮ની ટીમે સરકારી હોસ્પિટલ ખાતે સીએચસી સ્ટાફ તથા ૧૦૮ના સ્ટાફ જીઆરડી સ્ટાફ ઉપસ્થિત રહી એમ્બ્યુલન્સને ખુલ્લુ મુકાઇ હતી.

દેવભૂમી દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરને નવી આધુનીક ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા ભાણવડ સરકારી હોસ્પિટલના પટાંગણમાં ૧૦૮ની ટીમ સરકાર હોસ્પિટલનો સ્ટાફ તથા જીઆરડી સ્ટાફનો સ્ટાફની હાજરીમાં પુનમબેને કંકુ તિલક બાદ સ્ટાફે રીબીન કાપી કરી નવી આધુનીક ૧૦૮ને લોકાર્પણ કરી ખુલ્લી મુકવામાં આવી હતી.

આ પ્રસંગે ૧૦૮ના પાયલોટ ભરતસિંહ વાળાએ વધુમાં જણાવેલ કે ભાણવડને પ્રથમવાર ૧૦૮ એમ્બ્યુલન્સ ૨૮-૦૯-૨૦૦૮માં મળી હતી. જે એમ્બ્યુલન્સે અત્યાર સુધીમાં દસ હજારથી પણ વધુ કેશ હેન્ડલ કરેલ છે હાલ આ એમ્બ્યુલન્સ કિલોમીટર તેમજ રીપેરીંગ હોવાથી સરકાર દ્વારા નવી આધુનીક ૧૦૮ એમ્બ્યુલન્સ આપેલ છે. શહેરી વિસ્તારમાં આકસ્મિક સંજોગોમાં ગણતરીની મીનીટમાં જ તેમજ ગ્રામ્ય વિસતારોમાં આકસ્મિક સંજોગોમાં ૧૫ થી ૨૦ મીનીટમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચવા સક્ષમ બનશે.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં ૧૦૮ના ડો.સોલંકી, મહેશભાઇ વાળા, પાયલોટ ભરતસિંહ વાળા, ગોપાલભાઇ સરકારી હોસ્પિટલના સ્ટાફના એ.જે.ચાવડા, કાનાભાઇ, બેલાભાઇ, ડાંગરભાઇ, વ્યાસભાઇ, નિતુબેન બી કરમુર, પુનમબેન, મિતલબેન તેમજ જીઆરડીના બંસીબેન ગોસ્વામી, મીનીષાબેન મકવાણાએ સફળ બનાવેલ હતો.

(11:55 am IST)