Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

એશિયાના સોૈથી મોટા ગિરનાર રોપવેનું કામ એપ્રિલમાં પૂર્ણ થશે

રોપવે શરૂ થયા બાદ ગમે તેવી સ્થિતીમાં પણ બોગી અધવચ્ચે રહેશે નહીં બોગી નીચે આવી શકે એવી અત્યાધુનિક સિસ્ટશ કાર્યરત છે.

જુનાગઢ તા ૧૦  :  એરિયાના સોૈથી મોટા રોપવે પ્રોજેકટ ગિરનાર રોપવેનું કામ પુરજોશમાં ચાલી રહયું છે. કામગીરી અંગે માહિતી આપતા ઉષા બ્રેકો કંપનીના વાઇસ પ્રેસિડન્ટ મનોજ પવાર તેમજ દિનેશસિંહ નેગીએ જણાવ્યું હતું કે હાલ લોઅર સ્ટેશનના પોલ  ઊભા કરવામાં આવી રહ્યા છે. કુલ ૯ ટાવર પૈકી બે ટાવર ઊભા થઇ ગયા છે.૬ મીટરથી લઇને૧૮ મીટરના ટાવર રહેશે. સોૈથી ઊંચો ટાવર ૧૦૦૦ પગથિયે ૬૭ મીટરનો રહેશે.  ઓસ્ટ્રેયાથી આવેલા નૈકીના માર્ગદર્શનમાં ૫૦ થી વધેુ ઇજનેરોની ટીમ કામગીરી કરી રહી છે. એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થઇ જશે. બાદમાં રોપવે શરૂ કરવામાં આવશેે. રોપવેની વિશેષતા એ છે કે રોપવે પર ગીધ કે કોઇ પક્ષી બેઠું હશે તો રોપવેમાં લાગેલા સેન્સરથી રોપવે બંધ થઇ જશે અને સાઇરન વગડશે, જેથી પક્ષી ઊડી જાય, બાદમાં રોપવે ફરી શરૂ થઇ જશે. આ અકસ્માતની કોઇ સંભાવના નથી. રોપવે શરૂ થયા બાદ ગમે તેવી સ્થિતીમાં પણ બોગી અધવચ્ચે રહેશે નહીં બોગી નીચે આવી શકે એવી અત્યાધુનિક સિસ્ટશ કાર્યરત  છે. ૧૦૦૦ કેવીનો પાવર વપરાશે. લાઇટ જાય તો જનરેટર રહેશે. ડોપલમેબ કંપની વર્ષોથી રોપવેની કામગીરી કરે છે. દુનિયાભરમાં કામ કર્યુ છે. જોકે ગિરનારની સાઇટ સોૈથી વધુ મુશ્કેલ સાઇટ છે, પરંતુ પડકારો વચ્ચેજ કામ કરી સફળતા મેળવવી એ તેમનો મંત્ર છે.

(11:53 am IST)