Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

મોરબી જીલ્લા મહેસુલ કર્મચારીઓ પડતર માંગણીઓ સાથે અચોકકસ મુદતની હડતાલ

મોરબી,તા.૧૦: મોરબી જીલ્લા મહેસુલી કર્મચારી (વર્ગ ૩) મંડળ (સૂચિત) વિવિધ પડતર પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યા છે જે મંડળ દ્વારા  અચોક્કસ મુદતની હડતાલ શરુ કરવામાં આવી છે અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે

મોરબી જીલ્લાના ૧૧૪ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે અને મોરબી જીલ્લા મહેસુલી કર્મચારી (વર્ગ ૩) મંડળ (સૂચિત) ના પ્રમુખ એ જી સુરાણી અને મહામંત્રી એસ વાય પડસુંબીયાની આગેવાની હેઠળ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મહેસુલી કર્મચારીઓની સેવા વિષયક અને પ્રમોશનને લગતા કુલ ૧ થી ૧૭ પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર લેખિત અને રૂબરૂ મળીને મહેસુલ મંત્રી તથા સરકારના મહેસુલ વિભાગમાં રજૂઆત કરેલ છે છતાં ૧૭ માંગણીઓ પૈકી એકપણ માંગણીઓનું સરકાર કક્ષાએથી હકારાત્મક નિરાકરણ આવેલ નથી અગાઉ ધરણા, માસ સીએલ કાર્યક્રમ આપેલ હતા અને પડતર પ્રશ્નો અંગે સરકારને રજૂઆત છતાં પ્રશ્ન ના ઉકેલાતા તા. ૨૯-૦૮-૧૯ રોજ અચોક્કસ મુદતની હડતાલ કરી હતી અને અગ્રસચિવ, મહેસુલ વિભાગ દ્વારા ૪૫ દિવસમાં પ્રશ્નના ઉકેલની ખાત્રી બાદ હડતાલ રદ કરી હતી ઙ્ગજોકે ખાતરી બાદ પણ પ્રશ્નો ઉકેલાયા નથી અને મહેસુલ વિભાગ દ્વારા ધરાર અવગણના કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે જેથી કર્મચારીઓની લાગણીને ઠેસ પહોંચી છે અને ભવિષ્યની કારકિર્દીને લઈને નિરાશા વ્યાપી છે જેથી આજથી જીલ્લાના તમામ મહેસુલ કર્મચારીઓ, નાયબ મામલતદાર હડતાલ પર ઉતરી ગયા છે અને પ્રશ્ન ના ઉકેલાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું જણાવ્યું હતું.

(11:52 am IST)